Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8% વધારે: નીતિન પટેલ

ગુજરાતની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8% વધારે: નીતિન પટેલ
, મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (13:28 IST)
રાજ્યના નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2019-20નું અંદાજ પત્ર રજૂ કર્યુ હતું. વચગાળાના આ અંદાજ પત્રને રજૂ કરતા નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાતની સિદ્ધીઓની વર્ણવી હતી તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની માથાદીઠ આવક દેશ કરતાં 54.8 ટકા વધારે રહી હતી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ક્રીસલ ગ્રોથ 2.0 અહેવાલ મુજબ, ગુજરાત GSDP, વિકાસદર, નાણાકીય શિસ્ત, રોજગારી સર્જન અને મોંઘવારીને કાબુ રાખવામાં મોખરે છે. 2013થી 2017ના પાંત વર્ષ દરમિયાન વર્ષ 2011-12ના સ્થિર ભાવે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વુદ્ધિદર 9.9 ટકા રહ્યો હતો જે દેશનો સૌથી ઊંચો છે, જેને જાળવી રાખતા વર્ષ 2017-18 દરમિયાન રાજ્યનો ગ્રોથ રેટ 11.2 ટકા રહ્યો છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન રૂપિયા 13 લાખ 15 હજાર કરોડ છે, જે ગત વર્ષની સામે 14 ટકા ગ્રોથ દર્શાવે છે. ગુજરાત દેશની GDPમાં પાંચ ટકાની વસતિ સામે 7.8 ટકાનો હિસ્સો ધરાવે છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની ચોખ્ખી માથાદીઠ આવકા ચાલુ ભાવે 1,74,652 રૂપિયા છે, જે ગત વર્ષ કરતાં વધારે છે. દદેશની માથાદીઠ આવક કરતાં ગુજરાતની માથાદીઠ આવક 57.8 ટકા વધારે છે. નિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસમાં વર્ષ 2015-16માં ગુજરાતનો હિસ્સો 19 ટકા હતો, જે વધીને વર્ષ 2017-18માં 22 ટકા છે. તાજેતરમાં થયેલી નોંધણી મુજબ, દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકાના હિસ્સા સાથે ગુજરાત મોખરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કલમ 370 દૂર કરવાની માંગ સાથે 15 વર્ષની તનઝીમે આમરણ ઉપવાસ શરૂ કર્યા