Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલમ 370 દૂર કરવાની માંગ સાથે 15 વર્ષની તનઝીમે આમરણ ઉપવાસ શરૂ કર્યા

કલમ 370 દૂર કરવાની માંગ સાથે 15 વર્ષની તનઝીમે આમરણ ઉપવાસ શરૂ કર્યા
, મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (12:32 IST)
બંધારણની કલમ 370 હટાવવાની માંગણી સાથે ત્રિરંગા ગર્લ તંઝીમ મેરાણી અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક પાસે આ માંગણીને લઇને  ઉપવાસ પર બેઠી છે. આ પહેલા પણ તે કાશ્મીરમાં ભારતનો ધ્વજ ફેલાવવાના પ્રયત્નો કરી ચૂકી છે. આઝાદીના સમયે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નહોતું. આવામાં રાજ્ય પાસે બે વિકલ્પો હતા, કે કાં તો તે ભારતમાં જોડાય અથવા તો પછી પાકિસ્તાનમાં. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા. પરંતુ તત્કાલીન શાસક હરિસિંહનો ઝોક ભારત તરફનો હતો. હરિસિંહે રાજ્યનો ભારતમાં વિલય કરવાનું વિચાર્યું અને વિલય કરતી વખતે ભારતીય બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો. શેખ અબ્દુલ્લાને તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરના વડાપ્રધાન બનાવી દીધા હતા. 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલના સ્થાને સદર-એ-સિયાસત અને મુખ્યમંત્રીના સ્થાને વડાપ્રધાન હતા. કલમ 370ને કારણે જ જમ્મુ-કાશ્મીરનો પોતાનો જુદો ધ્વજ અને પ્રતીક ચિહ્ન પણ છે. કલમ 370 હેઠળ ભારતના બધા રાજ્યોમાં લાગુ થનારા કાયદા આ રાજ્યમાં લાગુ નથી થતા. ભારત સરકાર ફક્ત રક્ષા, વિદેશનીતિ, નાણાકીય અને કોમ્યુનિકેશન જેવી બાબતોમાં જ દખલગીરી કરી શકે છે. આ ઉપરાત સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદો નથી બનાવી શકતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

200થી વધુ કાઠિયાવાડી ટ્રાવેલ્સ એેજન્ટોનો અનોખો વિરોધ, કાશ્મીરની ટુરનો બહિષ્કાર