Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs PAK, T20 World Cup 2021 Live : વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ તૂટ્યો, 10 વિકેટથી હાર્યુ ભારત

IND vs PAK, T20 World Cup 2021 Live : વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ તૂટ્યો, 10 વિકેટથી હાર્યુ ભારત
, રવિવાર, 24 ઑક્ટોબર 2021 (23:00 IST)
UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના 152 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાને શાનદાર રમત રમી. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં PAK ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા બેટિંગ કરતા વિરાટ સેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ઓપનર્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું
 
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી પાંચ વાર એકબીજા સામે રમી છે અને પાંચેય વખત ટીમ ઈંડિયાએ જીત મેળવી છે. એટલે કે, બાબર આઝમની ટીમ આ મેચમાં ભારત સામે ક્રિકેટ વિશ્વકપમાં પ્રથમ જીતની શોધમાં રહેશે. જો આપણે T20માં બંને ટીમોના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો અહીં ભારત-પાકિસ્તાન વચ્ચે 8 મેચ રમાઈ છે અને સાતમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર એક જ વાર મેદાનમાં ઉતર્યું છે. 


10:47 PM, 24th Oct
- પાકિસ્તાનની ઓપનિંગ જોડીએ એકલા હાથે આ મેચને પાકિસ્તાન તરફ વાળી દીધી છે. મોહમ્મદ રિઝવાને 15મી ઓવરમાં જસપ્રીત બુમરાહ સામે ચોગ્ગો ફટકારીને પોતાના પચાસ રન પૂરા કર્યા. 15 ઓવર બાદ ટીમનો સ્કોર કોઈપણ નુકશાન વગર 121 રન છે

10:07 PM, 24th Oct
- વરુણે આવતાની સાથે જ રન પર બ્રેક લગાવી દીધી, પહેલી ઓવરમાં માત્ર 2 રન આપ્યા
ભારતના રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ આવતાની સાથે જ પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે. તેણે પાકિસ્તાનની ઇનિંગ્સની ચોથી ઓવર ફેંકી અને માત્ર 2 રન આપ્યા. ચાર ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 24-0 છે. અત્યારે બાબર 9 અને રિઝવાન 15 રન બનાવીને રમી રહ્યો છે.
 

08:43 PM, 24th Oct
ભારતીય ઇનિંગની 11 ઓવર પૂર્ણ, ટીમનો સ્કોર 66-3
 
ભારતીય દાવની 11 ઓવર રમાઈ છે અને ટીમે ત્રણ વિકેટના નુકસાને 66 રન બનાવી લીધા છે. જો ટીમ આ મેચ જીતવા માંગતી હોય તો તેને આગામી 9 ઓવરમાં ઓછામાં ઓછા 100 રન બનાવવા પડશે.
 
ભારતે 50 રન પૂરા, વિરાટ-પંતની જોડી ક્રિઝ પર
 
શરૂઆતના મોટા ફટકા વચ્ચે ભારતે 50 રન પૂર્ણ કર્યા છે. 9 ઓવર બાદ ટીમનો સ્કોર 52-3 છે. પંતે નવમી ઓવરના છેલ્લા બોલે શાદાબ ખાન સામે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.

08:10 PM, 24th Oct
 
સૂર્યકુમારે શાહીન આફ્રિદીની બોલ પર મારી સિક્સ 
 
ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે શાહીન આફ્રિદી સામે ત્રીજી ઓવરના છેલ્લા બોલે જોરદાર સિક્સર ફટકારી હતી. આ સાથે ભારતે ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 14 રન બનાવી લીધા છે.
 
- રોહિત બાદ રાહુલ પણ પેવેલિયન પરત ફર્યો, શાહીન આફ્રિદીએ બોલ્ડ કર્યો
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ભારત સામે જોરદાર બોલિંગ કરતા બે વિકેટ ઝડપી હતી. તેણે પહેલા રોહિત શર્માને પેવેલિયન મોકલ્યો હતો અને હવે તેણે કેએલ રાહુલને પણ આઉટ કરી દીધો છે. ભારતનો સ્કોર 6-2 છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Moon Time- ચાંદ નિકળવાનો સમય- જાણો આજે ગુજરાતમાં ક્યારે નિકળશે ચોથનો ચાંદ