Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધૂમધામથી દિવાળી ઉજવશે ટીવી કલાકાર, પોતાના ફેન્સને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

ધૂમધામથી દિવાળી ઉજવશે ટીવી કલાકાર, પોતાના ફેન્સને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
, શનિવાર, 19 ઑક્ટોબર 2019 (14:01 IST)
શ્વેતા મહાદિક (ગુડ્ડન તુમસે ના હો પાયેંગા)
શ્વેતા મહાદિક ગુડ્ડન તુમસે ના હો પાયેંગામાં દુર્ગાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “દિવાલીએ મારો પ્રિય તહેવાર છે, કારણકે તે મોટા ભારતીય લગ્નોની જેમ આપણા દેશમાં ઉજવાય છે. દિવા, મિઠાઈ અને રંગોળી, નવા કપડા, દિવાળી પાર્ટી તથા બીજું ઘણું બધુ મળીને તેની ઉજવણી 4 દિવસ સુધી ચાલે છે. ખરેખર તો, આ તહેવારોની શરૂઆત એક મહિના પહેલા જ થઈ જાય છે અને મહારાષ્ટ્રિયન આ દિવસે ખાસ વાનગી બનાવે છે, જેને ‘ફરાળ’ કહેવામાં આવે છે. મને યાદ છે, મારા મમ્મી અને નાની તેને બનાવતા હતા અને એક બાળક તરીકે હું તેને તપેલામાંથી ચોરીને ખાતી હતી, કારણકે, હું સૌથી પહેલા ખાવા ઇચ્છતી હતી. આ એ સીઝન છે, જ્યારે દરેક લોકો ખરીદી કરે છે. મારી દિવાળીની યાદો કપડાની ખરીદી સાથે જોડાયેલી છે, કારણકે, જ્યારે હું નાની હતી ત્યારે ખરીદી વર્ષમાં એક જ વખત થતી હતી અને તે દિવાળી માટે જ થતી હતી. આ એક પરિવારિક પ્રસંગ છે. આ વર્ષે દિવાળી હું મારા નવા ઘરમાં ઉજવવાની છું, હું આયોજન કરું છું કે, મારા પરિવાર અને મિત્રોને બોલાવું અને તેમની સાથે ભોજન અને ડાન્સની મજા માણું પરંતુ ફટાકડા તો નહીં જ...”

webdunia

રેહાન રોય (ગુડ્ડન તુમસે ના હો પાયેંગા)
રેહાન રોય ગુડ્ડન તુમસે ના હો પાયેંગામાં પર્વનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “દિવાળીએ મારા અને મારા પરિવાર માટે હંમેશા ખાસ છે. મને પૂજામાં ભાગ લેવો નથી ગમતો, પરંતુ મને આ પ્રસંગે મારા ચહિતાઓની સાથે ઉજવણીમાં જોડાવું ખૂબ જ ગમે છે. આ વર્ષે, મારા માતા-પિતા મુંબઈમાં મારી મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. તો મારા માટે આ ડબલ ધમાકા સાબીત થશે. આ પ્રસંગનો સૌથી શ્રેષ્ઠ ભાગ છે, ભોજન, ખાસ તો, અવનવી મિઠાઈઓ. જો કે, મારા માટે દિવાળીમાં મારું દિલ તોડનારું પણ કંઈક છે અને તે છે, ફટાકડાનો અવાજ. આ સમાજને જ નુક્શાન નથી કરતા, પરંતુ પ્રાણીઓ ખાસ તો, જેઓ શેરીઓમાં રહે છે, તેમના માટે મોટું નુક્શાનકર્તા છે. દર વર્ષે હું મારા ચાહકો અને મારી આસપાસના લોકોને વિનંતી કરું છું કે, અવાજ કરતા ફટાકડાનો ઉપયોગ કરવાનું ટાળે, પરંતુ કમનસીબે તેનાથી બહુ બદલાવ નથી આવતો. કહીં નહીં, હું હજી પણ વિનંતી કરતો રહીશ, ફરીથી હું મારા ચાહકોને ફટાકડાથી દૂર રહેવા વિનંતી કરું છું અને પ્રાણીઓ સહિત આપણા બધા માટે આ તહેવાર દરેક માટે આશિર્વાદ રૂપ બનાવો.”

webdunia


વૃષિકા મેહતા (યેં તેરી ગલિયાઁ)
વૃષિકા મેહતા, યેં તેરી ગલિયાઁમાં અસ્મિતાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “દિવાળી એટલે મારા માટે પરિવાર, મિત્રો અને મારા ચહિતાઓની સાથે મળીને તહેવારોની ઉજવણી કરવું છે. મને દિવાળીની ઉર્જા ખૂબ જ ગમે છે, પછી તે અલગ- અલગ મિઠાઈઓ ખાવાનું હોય, દરેક બાજુ દિવાઓના સાક્ષી બનવાનું હોય કે પછી સૌથી વધુ આકર્ષક બાબત છે- રંગોળી બનાવવાની. અમે હંમેશા ઘરને લાઈટ્સ, મિણબત્તી, દિવાથી તથા સુંદર રંગીન રંગોળીથી ઘરને સજાવીએ છીએ. મારી ચહિતી યાદોંમાં રંગોળી કરવાનો સમાવેશ થાય છે. જેમાં ઘણો સમય લાગે છે, પરંતુ એ પ્રક્રિયામાં પણ ખૂબ જ મજા આવે છે. જો હું આ દિવાળી પર શૂટિંગ નહીં કરતી હોય તો, આ તહેવારને હું આ વર્ષે મારા પરિવાર સાથે ઉજવવાની આશા રાખું છું, પણ મને સમય મળશે તો હું રંગોળી કરીશ.”

webdunia

અવિનાશ મિશ્રા (યેં તેરી ગલિયાઁ)
અવિનાશ મિશ્રા, યેં તેરી ગલિયાઁમાં શાનનું પાત્ર કરે છે, તે કહે છે, “મને એ વાત ખૂબ જ ગમે છે કે, દિવાળી દરમિયાન મારા દરેક પરિવારના લોક સાથે મળે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તથા ખૂબ જ મિઠાઈઓની મજા માણે છે. વધુમાં, હું અ મારા મિત્રો લક્ષ્મી પૂજા પછી સાથે મળીને ગેમ્સ રમીએ છીએ. મને યાદ છે, જ્યારે હું નાનો હતો, મારા પિતા અને મારા ભાઈ ફટાકડા લેવા માટે બજારમાં જતા અ હું હંમેશા તેમની સાથે જવા ઇચ્છતો હતો, એ જોવા માટે કે, બજાર કેવુ હોય છે અને મારીએ ઇચ્છઆ જ્યારે હું 4થા ધોરણમાં આવ્યો ત્યારે પૂરી થઈ, જ્યારે હું પ્રથમ વખત, મારા પિતાની સાથે ફટાકડા ખરીદવા ગયો અને હું આ બધી જ સજાવટથી અને તહેવારોની તૈયારથી અત્યંત ખુશ થયો હતો. આ વર્ષે હું દિવાળીની ઉજવણી મારા યેં તેરી ગલિયાઁના કલાકારોની સાથે ઉજવીશ.”

webdunia

પિયુષ સહદેવ (યેં તેરી ગલિયાઁ)
પિયુષ સહદેવ યેં તેરી ગલિયાઁમાં આર્યનનું પાત્ર કરી રહ્યો છે, કહે છે, “મને દિવાળી ખૂબ જ ગમે છે, કેમકે, મને મારા પરિવાર અને મારા ભાઈ બહેનોને મળવાનો મોકો મળે છે, જેઓ સામન્ય રીતે તેમના કામમાં અને જીવનમાં વ્યસ્ત હોય છે. મને ખૂબ જ આશ્ચર્યજનક પરંપરાગત કપડા પહેરવા મળે છે અને લાઈટની સાથે દિવાઓથી, રંગોળી બનાવું છું આ રીતે ઘરની સજાવટ કરું છું, લક્ષ્મી પૂજા કરું છું અને કોઈપણ પ્રકારની દિલમાં અપરાધની ભાવનાનો અનુભવ કર્યા વગર હું મારા ડાયેટની સાથે પણ ચિટિંગ કરું છું. એકદમ સ્વતંત્રતાથી હું મને ઇચ્છા પડે તેટલી મિઠાઈઓ ખાઈ શકું છું. મારા માટે સૌથી યાદગાર દિવાળી કોઈ હોય તો, તે છે, જ્યારે હું 14 વર્ષનો હતો અને મારો ભાઈ અને મારા પિતા શહેરની બહાર હતા, તો તેના લીધે મેં પૂજા, આરતી અને મંત્ર જાપ કર્યા હતા, જે સામાન્ય રીતે તેઓ દરવર્ષે કરતા હોય છે. બસ ત્યારથી જ, મેં ક્યારે આરતી કરવાની બંધ નથી કરી અને હું તેને ખરેખર માણું છું. જો કે, મને દિવાળી પર શુકનના ભાગ રૂપે કાર્ડ રમવા પણ ગમે છે, આ ઉપરાંત હું એ પણ ખાતરી કરું છું કે, હું દરેક ધાર્મિક વિધી સારી રીતે કરું. તો તેમાં મારા મિત્રો અને પરિવારની સાથે કાર્ડ રમવાનો પણ સમાવેશ થાય છે.”

webdunia

નિશાંત સિંઘ મલકાણી (ગુડ્ડન તુમસે ના હો પાયેંગા)
નિશાંત સિંઘ મલકાણી ઉર્ફે, ઝી ટીવીના ગુડ્ડન... તુમસે ના હો પાયેંગાનો અક્ષત કહે છે, “દિવાળીએ મારા માટે એક સુંદર તહેવાર છે અને હું મારા પરિવાર અને મિત્રોની સાથે તેની ઉજવણી માટે અત્યંત ઉત્સાહિત છું. હું હંમેશા મારા ઘરે એક પૂજા રાખું છું, અને ત્યારબાદ અત્યંત સ્વાદિષ્ટ ભોજનની સાથે એક પાર્ટી કરું છું. આ ખાસ છે, કારણકે, દિવાળી પર હંમેશા મોટું પારિવારિક ગેટ ટુ ગેધર હોય છે. ગત વર્ષે, સુપ્રિમ કોર્ટે ફટાકડા ફોડવા પર સમય મર્યાદાનો નિર્ણય આપ્યો હતો અને તે એક જરૂરી શ્રેષ્ઠ નિર્ણય છે, કારણકે, તેનાથી અવાજ અને હવાનું પ્રદુષણ કેટલેક અંશે મર્યાદિત થાય છે. અંતે, હું મારા ચાહકોને અને દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવીશ, હેપ્પી દિવાલી”

webdunia

ઇશા સિંઘ (ઇશ્ક સુભાન અલ્લાહ)
ઇશા સિંઘ ઉર્ફે ઇશ્ક સુભાન અલ્લાહની ઝારા કહે છે, “દિવાળીએ મારો ચહિતો તહેવાર છે અને હું હંમેશા મારા સંબંધીઓ સાથે તેને ઉજવવા માટે ઉત્સાહિત હોઉં છું. દર વર્ષે હું મારા શહેર ભોપાલની મુલાકાત લઉં છું. આ પ્રસંગ અને ઉજવણી હું મારા મિત્રો અને પરિવારની સાથે કરું છું. અમે ઘરે એક નાનકડી પૂજા કરીએ છીએ અને અમારા શ્રેષ્ઠ પરંપરાગત કપડાને ધારણ કરીએ છીએ, સાથોસાથ કેટલી સ્વાદિષ્ટ વાનગી પણ. આ વર્ષે ઓછી ફટાકડા અને વધુ સંગીતની સાથે દરેકે આ સુંદર પ્રકાશના તહેવારની ઉજવણીને માણવો જોઈએ. હું દરેકને સુખી અને સમદ્ધ દિવાળીની શુભેચ્છા પાઠવું છું.”

webdunia

મોનિકા ખન્ના (ઇશ્ક સુભાન અલ્લાહ)
મોનિકા ખન્ના, ઉર્ફે ઇશ્ક સુભાન અલ્લાહની ઝીનત કહે છે, “દિવાળીએ પ્રકાશ અને રંગોને તહેવાર છે જે અત્યંત સકારાત્મક્તા અને ખુશીને સાથે લાવે છે. મને રંગોળી કરવી તથા સ્વાદિષ્ટ મિઠાઈ ખાવી ખૂબ જ ગમે છે. વધુમાં, હું મારા મિત્રો અને સંબંધીઓને મળવા માટે અત્યંત ઉત્સાહિત છું અને મારા આ દિવસોને હું પરિવારની સાથે માણીશ. હું ફટાકડા ફોડવાને સપોર્ટ નથી કરતી અને મને લાગે છે કે, લોકોએ મિણબતી કરીને અને દિવાઓ કરીને તેમના ચહિતાઓની સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો જોઈએ. આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરવું જોઈ અને આપણા પર્યાવરણને નુક્શાન કરે તેવી પ્રવૃતિ ન કરવી જોઈએ.

webdunia

સેહબાન આઝીમ (તુજસે હૈં રાબતા)
સેહબાન આઝીમ ઉર્ફે તુજસે હૈં રાબતાનો મલ્હાર કહે છે, “દિવાળી વિશે મારા મનમાં પ્રથમ વિચાર આવે છે તે છે, પ્રકાશ અને સજાવટ. આ વર્ષે હું મારા પરિવારની સાથે ગુણવત્તાસભર સમય વિતાવવા માટે ઉત્સાહિત છું. મને યાદ છે, મારા બાળપણના દિવસોમાં હું કઈ રીતે મારા મિત્રોની સાથે ફરવા, ફટાકડા ફોડવા તથા કેટલાક મોઢામાં પાણી લાવતા ઉત્તમ ભોજનને માણવા માટે આ દિવસોની રાહ જોતો હતો. તહેવારની ખરેખર ધાર્મિક મહત્વને બાજુ પર રાખીને જોઈએ તો, મને લાગે છે કે, દિવાળીએ સાથે મળવાનો તહેવાર છે. તેનો અર્થ છે, તમારા મિત્રોની સાથેનું જોડાણ તથા ઉજવણી જેનાથી જીવનમાં ખુશી આવે અને એકબીજાની તથા આપણા પોતાના જીવનમાંથી અંધકાર દૂર થાય. હું અત્યંત ખુશ છું કે, સરકારે પ્રદુષણ ઘટાડવા માટે કેટલાક પગલા લીધા છે અને તે એક સારામાં સારું પગલું છે. અંતે, આ વર્ષે હું માટીના દિવા બનાવીશ, જેથી હું તહેવારની સુંદરતામાં મારો ફાળો આપી શકું અને ખુશી ફેલાવી શકું. દરેકને ખુશાલ અને સમૃદ્ધ દિવાળીની શુભેચ્છા.”

webdunia

પૂર્વા ગોખલે (તુજસે હૈં રાબતા)
પૂર્વા ગોખલે ઉર્ફે તુજસે હૈં રાબતાની અનુપ્રિયા કહે છે, “હું અવાજ મુક્ત અને ચમકતી દિવાળીમાં માનું છું. આ તહેવાર મારા માટે અત્યંત ખાસ છે, કારણકે મારો સમગ્ર પરિવાર આ પ્રસંગે સાથે મળે છે. મને યાદ છે, મારી માતા જ્યારે દિવાળી માટે નાસ્તા બનાવતી ત્યારે એક બાળક તરીકે હું મારી માતાને રસોઈમાં મદદ કરતી હતી. હું એ પળોને ખૂબ જ યાદ કરું છું. હાલમાં જ્યારે દરેક ખોરાક બહાર સરળતાથી મળે છે, પરંતુ તે ઘરે પ્રેમથી બનેલા ભોજન જેવું નથી. હું દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.”

webdunia

કનિકા માન (ગુડ્ડન તુમસે ના હો પાયેંગા)
કનિકા માન ઉર્ફે ગુડ્ડન.... તુમસે ના હો પાયેંગાની ગુડ્ડન કહે છે, “દિવાળીએ મારા સૌથી સુંદર તહેવારોમાંનો એક છે અને તે સમગ્ર દેશમાં અત્યંત ઉત્સાહથી ઉજવાય છે. આપણી આસપાસ તે એટલી લાઈટો પ્રજ્વલીત હોય છે કે, તે સ્વર્ગિય અનુભવ લાગે છે. મને લાઈટ ખૂબ જ ગમે છે, પરંતુ હું અવાજ કે ધુમાડાને સપોર્ટ નથી કરતી. મને લાગે છે કે, આપણે એક જવાબદાર નાગરીક તરીકે અને દરેક તહેવારને કંઈક સારું કરવાની તક તરીકે લેવો જોઈએ. હું દરેકને વિનંતી કરું છું કે, ફટાકડાને ટાળો અને ઇકો-ફ્રેન્ડલી દિવાળી તરફ વળો. હું દરેકને સુખી અને સમદ્ધ દિવાળીની શુભેચ્છા પણ પાઠવીશ.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે અમદાવાદીઓ અમિત ત્રિવેદીના તાલે ડોલશે, હાઉસફૂલ-4ની ટીમ કરશે સપોર્ટ