Siddhaanth Vir Surryavanshi Death: ટીવીના ઈડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક સિદ્ધાંત વીર સૂર્યવંશીનુ 46 વર્ષની વયમાં નિધન થઈ ગયુ છે. સૂત્રોના મુજબ સિદ્ધાંતનુ મોત જીમમાં વર્કઆઉટ દરમિયાન થયુ છે.
અભિનેતા જય ભાનુશાળી(Jay Bhanushali) એ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સિદ્ધાંતની તસવીર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "બહુ જલ્દી ચાલ્યો ગયો"
એક મોડલના રૂપમાં પોતાનુ કરિયર શરૂ કર્ય અબાદ સિદ્ધાંત વીર સૂર્યવંશી જેને આનંદ સૂર્યવંશી (Anand Vir Surryavanshi aka Siddhaanth Vir Surryavanshi) ના નામથી પણ ઓળખવામાં આવે છે એ કુસુમ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની અંતિમ પરિયોજનાઓમાં ટીવી શો ક્યો રિશ્તો મે કટ્ટી બત્તી અને જીદ્દી દિલ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાંતે અગાઉ ઈરા સાથે લગ્ન કર્યા હતા, જેમને તેણે 2015માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે 2017માં એલેસિયા સાથે લગ્ન કર્યા. તેને તેના પહેલા લગ્નથી એક પુત્રી હતી, જ્યારે એલેસિયાને તેના અગાઉના લગ્નથી એક પુત્ર હતો.