Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીવી પર લાંબો સમય ચાલેલી લોકપ્રિય સિરિયલો

ટીવી પર લાંબો સમય ચાલેલી લોકપ્રિય સિરિયલો
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (14:44 IST)
મનોરંજનની દુનિયામાં સૌથી વઘુ લોકો નાના પદડાના કલાકારોને યાદ રાખે છે, કારણ કે ઘરમાં પરિવાર સાથે બેસીને ટીવી પર માણવાનું મનોરંજન ખૂબજ રસીક હોય છે. એક સમય હતો જ્યારે વિવિધ ચેનલો પર કેટલીક સિરિયલો ભારે ચર્ચામાં હતી. જેમકે હાલના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને અપરા મહેતા સહિત રોનિત રોય જેવા કલાકારોએ સાસ ભી કભી બહુથી નામની સિરિયલમાં પોતાના મજબૂત અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તેમજ હાલ ખૂબજ ગ્લેમર બની ગયેલી શ્વેતા તિવારી અને સુઝેન ખાનની લવ સ્ટોરી પણ કસૌટી જીદગી કી નામની સિરિયલમાં લોકપ્રિય બની હતી. તે ઉપરાંત ગુજરાતી ગર્લ રશ્મી દેસાઈની ઉતરણ, વિદ્યા બાલન અને તેની સાથે તેની રીલ પરની પાંચ બહેનો અભિનિત કોમેડી સિરિયલ હમ પાંચ પણ ટીવી ની દુનિયામાં ખૂબજ લોકપ્રિય બની હતી.  આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આવી કીટલીક સિરિયલો છે જેને યાદ કરતાં તે ચોક્કસ જૂનાં દિવસોની યાદ અપાવશે
કઈ સિરીયલ કેટલા સમય સુઘી ચાલી
 

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

webdunia

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

webdunia

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

webdunia

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

webdunia

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- નંબર વાળા ચશ્મા ઉતારવાનો ઉપાય