Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં નવી સોનુની થશે એંટ્રી, જાણો કોણ છે નવી સોનુ

aarak Mehta Ka Ooltah Chashmah
, શનિવાર, 24 ઑગસ્ટ 2019 (12:35 IST)
સીરિયલ  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પલક સિંઘવાની સોનૂના પાત્રને ભજવતી જોવા મળશે.  રિપોર્ટ મુજબ પહેલા આ પાત્રને ભજવી ચુકેલી અભિનેત્રી નિધિ ભાનુશાલીએ શોને છોડી દીધો છે.  કારણ કે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. 
webdunia
સોનુના પાત્રને ભજવવાની દોડમાં સામેલ થનારાઓમાં અભિનેત્રી જિનલ જૈનનો પણ સમાવેશ હતો પણ છેવટે પલકને જ આ માટે ફાઈનલ કરવામાં આવી અને હવે તે ટૂંક સમયમાં જ કાર્યક્રમમાં જોવા મળશે. આ પહેલા વર્ષ 2012માં સોનૂના રૂપમાં નિધિએ ઝિલ મેહતાને રિપ્લેસ કર્યુ હતુ. 
 
પલક આ અગાઉ અનેક જાહેરાતોમાં દેખાય ચુકી છે. તે રોનિત રોય અને ટિસ્કા ચોપડા અભિનિત એક પૉપુલર વેબ સીરિઝનો પણ ભાગ રહી ચુકી છે. 
webdunia
શો ના પહેલાના કેટલાક એપિસોડમાં ટપ્પુ ગોલી અને ગોલીને સોનૂના કમબેક પર વાત કરતો દેખાડાયો. 
 
સ્પૉટબૉયની રિપોર્ટનુ માનીએ તો એવા સમાચાર આવી રહ્યા છેકે પલકે શો માટે શૂટિંગ શરૂ કરી દીધુ છે. પલક આ પહેલા અનેક ટેલીવિઝન શૉ માં કામ કરી ચુકી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અદા શર્માનો આ સેક્સી અંદાજ જોઈને થઈ જશો મદહોશ..