Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tokyo Olympics Updates:દીપિકા કુમારીનુ રૈકિંગ રાઉંડમાં ખરાબ પ્રદર્શન, 9માં સ્થાન પર રહી

Tokyo Olympics Updates:દીપિકા કુમારીનુ રૈકિંગ રાઉંડમાં ખરાબ પ્રદર્શન, 9માં સ્થાન પર રહી
, શુક્રવાર, 23 જુલાઈ 2021 (07:38 IST)
દીપિકા કુમારીનું પ્રદર્શન  મહિલા રેન્કિંગ રાઉન્ડમાં ધાર્યા મુજબનુ ન રહ્યુ.  ભારતીય તીરંદાજ 663 પોઇન્ટ મેળવીને નવમા સ્થાને રહી. રેન્કિંગ રાઉન્ડમાં પ્રથમ ત્રણ સ્થાન પર  કોરિયા રહ્યુ. આન સન (680) પ્રથમ, જંગ મિનહિ (677) બીજા અને કંગ ઝા (675) ત્રીજા ક્રમે રહી. 
બીજા હાફમાં દીપિકા કુમારીનો સ્કોર 
 
- કોરિયાના આન સાને 680 પોઇન્ટ મેળવીને ઓલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો. તેણે 1996 એટલાન્ટા ઓલિમ્પિક્સમાં 673 બનાવનારી લેના હર્સિમેંકોનો રેકોર્ડ તોડ્યો હતો.
 
- 11 સેટ બાદ દીપિકા કુમારી 7 મા ક્રમે છે. આ સેટમાં દીપિકાએ 53 પોઇન્ટ (9, 9, 9, 9, 9, 8) બનાવ્યા. દીપિકાના હવે 609 અંક થયા છે. 
 
- 10 સેટ બાદ દીપિકા કુમારીના 556 પોઇન્ટ છે. 10 માં સેટમાં, તેણે આજે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 58 પોઇન્ટ ઉમેર્યા. હવે તે છઠ્ઠા ક્રમે આવી છે.
 
- નવ સેટ બાદ દીપિકા કુમારીનો સ્કોર 498  
1 લો સેટ: X, 10, 10, 9, 9, 8
બીજો સેટ : 10, 10, 9, 9, 9, 8
3જો સેટ : X, X, 9, 9, 9, 9
4થો સેટ : X, X, 8, 8, 7, 7
5મો સેટ : X, 10, 10, 10, 10, 9
છઠ્ઠો સેટ : X, 10, 10, 9, 9, 9
7મો સેટ : X, 10, 9, 9, 9, 8
8મો સેટ : 10, 9, 9, 9, 9, 7
9મો સેટ : X, X, 10,10,9,7
 
હાલ તીરંદાજીમાં રેન્કિંગ રાઉન્ડની સ્પર્ધા ચાલી રહી છે. 12 સેટ પૂર્ણ કર્યા પછી, તીરંદાજોને ગુણના આધારે 1 થી 64 સુધીની રેંક મળશે. આ પછી, ટોચના રેંકવાળાની 64મી રેંક વાળા ખેલાડી સાથે મુકાબલો થશે અને બીજા રેંકવાળો ખેલાડી 63 મા રેંકવાળા ખેલાડીનો સામનો કરશે.
 
ઓલિમ્પિક્સ 2020: દીપિકાએ નવમા સેટમાં 56 પોઇન્ટ (X, X, 10,10,9,7) બનાવ્યા, જેનો કુલ 498 રહ્યો. દીપિકા હવે પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને આવી છે. તેમ છતાં, કોરિયાની આન સાન 513 પોઇન્ટ સાથે આગળ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમવારથી 50 ટકા કેપેસિટી સાથે રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ થશે