Publish Date: Wed, 28 Dec 2016 (16:14 IST)
Updated Date: Wed, 28 Dec 2016 (17:05 IST)
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય લખાવીને જ ધરતી પર જન્મ લે છે. જીવન ગુજારવા માટે તેને ધનની જરૂર પડે છે અને તેને મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે છે. પણ તેમા કોણ કેટલુ સફળ થાય છે તેનો અંદાજ તો ખુદની આર્થિક સ્થિતિ પરથી લગાવી શકાય છે. ધનની ઈચ્છા પૂરી કરવા માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવી જોઈએ તો તે માટે રોજ રાત્રે 3 થી 5 વાગ્યે કરવો પડશે લક્ષ્મીજીનો આ ખાસ ઉપાય. જે તમને અપાવશે સંપત્તિથી ભરેલી તિજોરી.
રાત્રે 3 થી 5 વાગ્યે ઉઠીને ઘરના આ ભાગમાં જશો ત્યારથી જ ખુલ્લા આકાશને જોવા ઉપરાંત તેનો અનુભવ પણ કરી શકાય. પશ્ચિજ દિશાની તરફ મોઢુ કરીને બંને હાથ આકાશની તરફ ઉઠાવો. લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે તેઓ તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ બનાવે. સદા સાથે રહે. પછી બંને હાથ નીચે કરીને હથેળીઓને તમારા મોઢા પર ફેરવી લો.
થોડા દિવસમાં ધન પ્રાપ્તિના સ્ત્રોત વધવા માંડશે. ધ્યાન રાખો લક્ષ્મીજી ઉત્તર દિશાથી ઘરમાં પ્રવેશ કરે છે. માં લક્ષ્મીનુ ચિત્ર અથવા શ્રી રૂપ ઉત્તર દિશા તરફ સ્થાપિત કરો. તેનાથી ઉત્તર દિશા સક્રિય થશે અને ધન આગમનમાં આવનારા બધા અવરોધોનો નાશ થશે.