28 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે અને આ દિવસે ગુરૂવાર પણ છે. ગુરૂવાર અને પૂનમના યોગમાં કેટલક ઉપાય કરવાથી કુંડળીના દોષ અને ધન સંબંધી કાર્યમાં આવી રહેલ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ કેટલાક ઉપાયો વિશે જેને કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- પૂનમના દિવસે પીપળાના ઝાડની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. પૂનમના દિવસે પીપળા પર જળ ચઢાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહની છાયા ઓછી થાય છે અને પરેશાનીઓ ખતમ થાય છે.
- વૈવાહિક જીવનને સુખમય અને સફળ બનાવવા માટે પૂનમની રાત્રે ચંદ્રમાને જળ આપો. આવુ કરવાથી વૈવાહિક જીવન લાંબુ ચાલે છે.
- આ ઉપરાંત ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પૂર્ણિમાની રાત્રે ચંદ્રના દર્શન પછી ચાંદીના લોટામાં દૂધ અને ચોખા નાખીને ચંદ્રમાને અર્ધ્ય અર્પિત કરો અને મનમાં ૐ સોમાય નમ: નો જાપ કરો.
- પૂનમની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી જળ અર્પિત કરો.
- પૂનમના રોજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં શ્રીયંત્ર, કુબેર યંત્ર અને દક્ષિણાવર્તી શંખ લાવો અને તેની નિયમિત પૂજા કરો.