Article Sweet Recipes %e0%aa%ae%e0%aa%97%e0%aa%b8 108020100009_1.htm

suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મગસ

મગસ
P.R
સામગ્રી - ચણાનો જાડો લોટ 500 ગ્રામ, ઘી 300 ગ્રામ, દળેલી ખાંડ 500 ગ્રામ, દૂધ 1 કપ, એક ચમચી ઈલાયચીનો ભૂકો, જાયફળ પાવડર અડધી ચમચી, પિસ્તા. ચારોળી બે ચમચી.

રીત - દૂધ અને એક કપ ઘીને ચણાના લોટમાં નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ લોટને અડધો પોણો કલાક સુધી મુકી રાખો. મિશ્રણને ચારણી વડે ચાળી લો. જે ન ચળાય તેને મિક્સરમાં ફેરવીને ચાળી લો. એક કઢાઈમા ઘી ગરમ કરવા મુકો. ઘીમાં ચાળેલો લોટ નાખી તેને ધીમા ગેસ પર સેકો. ગુલાબી રંગનો થતા ઘી છુટુ પડવા માંડશે.

હવે ખાંડની બે તારી ચાસણી બનાવી તેમાં આ મિશ્રણને ઉમેરો. આમાં ઈલાયચી, ચારોળી અને પિસ્તા નાખી સારી રીતે હલાવી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને પાથરી દો. ઠંડુ પડે કે મનપસંદ આકારમાં કાપી લો.

Share this Story:

Follow Webdunia gujarati