Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરાળી પનીર માલપુઆ

ફરાળી પનીર માલપુઆ
સામગ્રી  - 100 ગ્રામ મસળેલું પનીર, 100 ગ્રામ મસળેલો માવો, અડધો કપ અખરોટ, અડધો કપ દૂધ, 1/4 ચમચી ઇલાયચી પાવડર, તળવા માટે શુદ્ધ ઘી, 1 કપ ખાંડ, અડધો કપ પાણી, ચપટી કેસર.
ગાર્નિશિંગ માટે - પલાળીને કાપેલી બદામ.


બનાવવાની રીત - એક વાસણમાં પનીર, માવો, અખરોટ અને ઇલાયચી નાંખી હાથથી બરાબર મિક્સ કરો. હવે તેમાં દૂધ નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. એક મોટી કઢાઈમાં ધીમી આંચે પાણીની સાથે ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય એટલે ગેસની આંચ વધારી દો અને તેમાં કેસર નાંખો. એક તારની ચાસણી બને ત્યાં સુધી ઉકાળો. તેને એક વાસણમાં નાંખીને અલગ રાખો.

હવે માલપુઆ બનાવવા માટે એક તવી પર ઘી ગરમ કરી એક ચમચો પનીરનું મિશ્રણ નાંખો અને ધીમી આંચે રંધાવા દો. જ્યારે તે તૈયાર થાય એટલે તેને ચાસણીમાં ડુબાડો. જ્યારે બધા પુઆ બની જાય અને ચાસણીમાં પલળી જાય એટલે તેને કાઢી દો અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 ઓક્ટોબર - "માનસિક સ્વાસ્થય દિવસ" જાણો મગજને સ્વસ્થ રાખવાના 8 ઉપાય