Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી

જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી
, સોમવાર, 5 ઑગસ્ટ 2019 (18:26 IST)
ઉત્તર ભારતમાં પંજરી એક ખૂબ જ સામાન્ય બનતી  ડિશ છે. જે પ્રસાદના રૂપમાં બનાવવામાં આવે છે. આજે અમે તમને જન્માષ્ટમી પ્રસંગે ધાણાની પંજરી બનાવતા શિખવાડીશુ જે ખૂબ સહેલાઈથી બની શકે છે.  તમને આ થોડુ વિચિત્ર લાગી રહ્યુ હશે કે ધાણાના પાવડરથી પંજરી કેવી રીતે બનાવી શકાય છે. પણ જ્યારે તમે તેને એકવાર ટ્રાઈ કરશો તો તમને આ અન્ય પંજરીથી પણ વધુ ટેસ્ટી લાગશે.  આવો જાણીએ તેને બનાવવાની વિધિ... 
સામગ્રી - ધાણા પાવડર - 1 કપ 
ખાંડ 1/2 કપ 
મખાણા - 1 કપ 
ઘી - 2 કપ   
નારિયળ 1/4 કપ 
ડ્રાયફ્રુટ્સ - 1/2 કપ 
લીલી ઈલાયચી - 4 
કિશમિશ - 2 ચમચી
 
બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો. પછી તેમા બધા માવા નાખી રોસ્ટ કરી બાજુ પર મુકો.  હવે ગેસ બંધ કરો. ત્યારબાદ ધાણાપાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. પછી તેમા તળેલા સુકામેવા, મખાના, કિશમિશ અને ખાંડ મિક્સ કરો.  પંજરીને સારી રીતે ભેળવો. જો તમે આ રેસીપિમાં માવો મિક્સ કરવા માંગતા હોય તો પણ મિક્સ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan Special - ભાઈ - બેનના વચ્ચેની આ વાત તેમના રિશ્તાને બનાવે છે ખાસ