Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરે જ બનાવો કાજુ કતરી

ઘરે જ બનાવો કાજુ કતરી
, મંગળવાર, 31 મે 2016 (16:43 IST)
કાજૂ કતરી બનાવવા માટે સામગ્રી - 200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી. ચાંદીની વરખ જરૂર હોય તો. પાણી એક કપ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા કાજૂને સાફ કરી થોડા સુકાવી લો પછી તેને વાટીને તેનો પાવડર બનાવી લો.  એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત  હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કઢાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો.   પછી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો. 
 
હવે કાજૂકતરી જમાવવા માટે એક ટ્રે લો. ટ્રે ના તળિયે ઘી લગાવીને ફેલાવી દો.  પછી તેમા 1/4 ઈંચમાં કાજૂકતરીનુ તૈયાર પેસ્ટ ટ્રેમાં નાખો. વેલણની મદદથી તેને ચિકણુ કરો. લગભગ 20 મિનિટ પછી પેસ્ટ ઠરી જશે. ત્યારે મનપસંદ આકારમાં તેને કાપો. સજાવવા માટે ચાંદીની વર્કની મદદ લો. 
 
કાજૂ કતરીની ખાસ વાત એ છે કે આ માવાની બરફી કરતા વધુ દિવસ સુધી ચાલે છે.  આ 3થી 4 અઠવાડિયા સુધી ખરાબ થતી નથી.  તેને ક્યાય પણ લાવવી કે લઈ જવી સરળ  હોય છે. સૂકી અને સ્વાદિષ્ટ હોવાને કારણે લોકો તેને ખૂબ પસંદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉનાળામાં રસીલા લીંબૂ કરે છે ફાયદો જ ફાયદો