Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

Akshay KUmar Birthday special અક્ષય કુમાર દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરતા હતા

Akshay Birthday special
, સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (10:31 IST)
9 સપ્ટેમ્બર 1976ના રોજ અમૃતસરમાં જન્મેલા બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અક્ષયે બોલીવુડમાં એક એક્શન હીરોના રૂપમાં શરૂઆત કરી હતી. પણ આજે અક્ષય દરેક પ્રકારની ફિલ્મોકરી રહ્યા છે. અક્ષયની કૉમિક ટાઈમિંગ ખૂબ જ લાજવબા છે.  તો બીજી બાજુ તેમના લવ અફેયર્સ પણ એટલાજ મજેદાર છે. 
 
ટ્વિંટલ ખન્ના સાથે લગ્ન કરતા પહેલા અક્ષય દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરવા માટે જાણીતા હતા. અક્ષય કુમારનુ નામ 90ની લગભગ દરેક મોટી એક્ટ્રેસ સાથે જોડાયુ. 
 
એક ઈંટરવ્યુમાં અક્ષયની એક્સ ગર્લફેંડ શિલ્પા શેટ્ટીએ અક્ષય સાથે જોડાયેલ મજેદાર વાત શેયર કરી હતી. શિલ્પાએ જણાવ્યુ હતુ, "અક્ષય કુમાર પોતાના પ્રેમનો વિશ્વાસ અપાવવા માટે પોતાની ગર્લફ્રેંડ સાથે જલ્દી સગાઈ કરી લેતા. અક્ષય પોતાની દરેક ગર્લફ્રેંડને મોડી રાત્રે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં લઈ જતા અને ત્યા લગ્ન કરવાનુ વચન આપતા. પણ જેવી અક્ષયના લાઈફમાં કોઈ નવી છોકરી આવતી અક્ષય પોતાનું વચન ભૂલી જતા." 
webdunia
17 જાન્યુઆરી 2001ન રોજ ટ્વિંકલ ખન્ના સાથે લગ્નના બંધનમાં બંધાયેલ અક્ષય આજ એક સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે અક્ષય ટ્વિંકલ સાથે લગ્ન કરવાના મૂડમાં નહોતા પણ ટ્વિંકલની માતા ડિંપલ કાપડિયાના દબાણ આગળ અક્ષયને નમતુ લેવુ પડ્યુ અને છેવટે બંનેયે લગ્ન કરી લીધા. બંનેના બે બાળકો પણ છે. 
webdunia
90ના દસકામાં શિલ્પા સાથે હતુ અફેયર 
ટ્વિંકલ ખન્ના પહેલા અક્ષયનુ અફેયર શિલ્પા શેટ્ટી સાથે હતુ. 90ના દસકામાં અક્ષય અને શિલ્પા બોલીવુડના હોટ કપલ્સમાંથી એક હતા. શિલ્પાએ એક ઈંટરવ્યુમાં ખુદ આ વાત એક્સેપ્ટ કરી હતી કે તેણે અને અક્ષયે સગાઈ કરી લીધી હતી. પણ અક્ષયના દિલફેંક વલણથી તે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયો. જો કે હવે બંનેના સંબંધો ખૂબ જ નોર્મલ છે અને આ બંને બિઝનેસ પાર્ટનર પણ બની ચુક્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ