Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરસિંહ યાદવ પર 4 વર્ષનો પ્રતિબંધ, યાદવની અપમાનજનક વિદાય માટે જવાબદાર કોણ ?

નરસિંહ  યાદવ પર 4 વર્ષનો પ્રતિબંધ, યાદવની અપમાનજનક વિદાય માટે જવાબદાર કોણ ?
રિયો ડિ જિનેરિયો. , શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (11:51 IST)
ભારતીય પહેલવાન નરસિંહ યાદવની કિસ્મતે અચાનક ફરીથી પલટી ખાધી અને ખેલ ન્યાયપંચે  રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજંસી દ્વારા તેમને આપવામાં આવેલ ક્લીન ચિટને રદ્દ કરતા ઓલ્મ્પિકથી બહાર કરવાની સાથે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાને કારણે ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. વિશ્વ ડોપિંગ નિરોધક એજંસીએ નાડા દ્વારા નરસિંહને આપવામાં આવેલ ક્લીન ચિટ વિરુદ્ધ રમત ન્યાયપંચમાં અપીલ કરી હતી.  રમત ન્યાયાલયે ગઈકાલે ચાર કલાક સુધી ચાલેલી સુનાવણી પછી રજુ નિવેદનમાં કહ્યુ, સંબંધિત પક્ષોને સૂચના આપવામાં આવે છે કે અપીલ સ્વીકારી લેવામાં આવી છે અને નરસિંહ યાદવ પર આજથી ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે અને જો તેના પર પહેલા અસ્થાયી રોક લગાવવામાં આવી હતી તો આ સમય તેમાથી ઓછો કરી દેવામાં આવશે. 
 
તેમા કહેવામાં આવ્યુ, 'આ ઉપરાંત 25 જૂન 2016થી લઈને અત્યાર સુધી નરસિંહના બધા પ્રતિસ્પર્ધક પરિણામોને રદ્દ કરવામાં આવશે અને તેમના પદક, અંક, પુરસ્કાર પરત લેવામાં આવશે. રમત પંચાયતની પેનલે આ માનવા તૈયાર નથી કે તે કોઈ ષડયંત્રના શિકાર થયા છે. તેમા કોઈ પુરાવા નથી કે તેમની કોઈ ભૂલ નથી અને ડોપિંગ નિરોધક નિયમ તેમણે જાણીજોઈને નથી તોડ્યા. તેથી પેનલે તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. આ સાથે જ નરસિંહના રિયો ઓલમ્પિકની સફરની વિવાદોથી પણ દુખદ દાસ્તાનનો અંત આવી ગયો. 

આ સમગ્ર ઘટનાક્રમ પર કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. 
 
- રેસલિંગ ફેડરેશન ઓફ ઈંડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહનો પણ વિશ્વાસ હતો કે નરસિંહ યાદવ નિર્દોષ હતા. આવામાં નાડાએ યાદવને કોઈપણ પુરતા પ્રુરાવા વગર ક્લીનચિટ કેવી રીતે આપી ? 
 
- તે ફૂડ અને સપ્લીમેંટનુ સેંપલ છેવટ ગયુ ક્યા જેની સાથે છેડછાડ કરવાની વાત કહેવામાં આવી ? 
 
- શુ શાસકીય અધિકારીઓની તરફથી દબાણ હતુ કે નરસિંહ યાદવનુ નામ જ ક્લિયર કરવામાં આવે ? શુ તેનુ કારણ ડબલ્યૂએફઆઈના પ્રેસીડેંટનુ ભારતીય જનતા પાર્ટીનુ સાંસદ હોવુ છે ? 
 
- વાડાના કઠોર નિયમોને નજરઅંદાજ કરતા ઈંડિયન ઓલિમ્પિક એસોસિએશને યાદવને ત્યા મોકલવાનુ જોખમ કેમ ઉઠાવ્યુ ? શુ આ વાત હવે નરસિંહ યાદવ અને આખા દેશ માટે શરમજનક પરિસ્થિતિ ઉભી કરનારી નથી ? 
 
-જ્યારે વાડાએ સીએએસની સામે અપીલ કરી તો ઈંડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી યાદવના કેસને મજબૂત કરવાની માંગ કેમ ન કરવામાં આવી ? 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુલડોઝર ટેન્કમાં ટ્રેડમિલની જેમ દોડતો વીડિયો