Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુલડોઝર ટેન્ક પર ટ્રેડમિલની જેમ દોડતો વીડિયો

બુલડોઝર ટેન્ક પર  ટ્રેડમિલની જેમ દોડતો વીડિયો
બીજીંગ. , શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (11:25 IST)
દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા અને થોડીક ક્ષણોની પોપ્યુલરિટી મેળવવા માટે લોકો કઇ હદનું જોખમ લઇ લેતા હોય છે. એનો લેટેસ્ટ દાખલો ચીનથી સામે આવ્યો છે. ત્યાંના સાંકશી પરગણામાં આવેલા તાઇયુઆન શહેરમાંથી બહાર આવેલા વિડિયોમાં એક બહાદુર મનુષ્ય કન્સ્ટ્રકશનના કામમાં વપરાતી બુલડોઝર પ્રકારની ટેન્કમાં હોય છે એવાં પૈડાં ધરાવતા વાહન પર ટ્રેડમિલની જેમ દોડતો દેખાય છે. આ મહાશયનું નામ તો સ્વાભાવિક રીતે બહાર પાડવામાં નથી આવ્યું આવ્યું પરંતુ તે માણસ પોતે બિલ્ડર હોવાનું સમાચારમાં કહેવાયું છે તે પોતાની બહાદુરીના પ્રદર્શનરૂપે કન્સ્ટ્રકશન- કામના હેવી વેહિકલનાં ટેન્ક જેવાં પૈડાં પર દોડી રહ્યો છે અને તેનો ડ્રાઇવર દોસ્તાર તેની સ્પીડ મેઇન્ટેઇન કરી રહ્યો છે. જો આ જોખમમાં સહેજ તેનો પગ છટકે અથવા તો પગ નીચે ફરતા ટ્રેક કરતાં તેની સ્પીડ ઘટી જાય તો તે વાહનની અંદર ખેંચાઇ જાય અને તેનું આખું શરીર પાપડની જેમ ચપ્પટ થઇ જાય

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્રાન્સે બુર્કિની પહેરવા પર પ્રતિબંધ મુક્યો