Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિફા વર્લ્ડકપ : મેસ્સીને ફાઇનલમાં જીત સાથે ગોલ્ડન બૉલ, ઍમબાપેને ગોલ્ડન બૂટથી સંતોષ માનવો પડ્યો

ફિફા વર્લ્ડકપ : મેસ્સીને ફાઇનલમાં જીત સાથે ગોલ્ડન બૉલ, ઍમબાપેને ગોલ્ડન બૂટથી સંતોષ માનવો પડ્યો
, સોમવાર, 19 ડિસેમ્બર 2022 (10:13 IST)
રવિવારે કતારમાં યોજાયેલ ફિફા વર્લ્ડકપની રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમે લાયોનેલ મેસ્સીની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સને હરાવીને ટ્રૉફી કબજે કરી હતી.
 
આ સાથે જ આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડકપ ચૅમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું.
 
લાંબા ખેંચાયેલા આ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના 4-2થી જીત્યું હતું.
 
ફુલ ટાઇમ ઍક્સ્ટ્રા ટાઇમમાં મુકાબલો 3-3ની બરોબરીએ છૂટ્યા બાદ મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચ્યો હતો.
 
ફ્રાન્સના કિલિયન ઍમબાપેએ શાનદાર પ્રદર્શન કરતાં ફુલ ટાઇમમાં સતત ત્રણ ગોલ ફટકારી હેટ્રિક નોંધાવી હતી.
 
ટુર્નામેન્ટમાં તેમના પ્રદર્શન માટે ઍમબાપેને ‘ગોલ્ડન બૂટ’ ઍવૉર્ડ મળ્યો હતો.
 
તેમણે આખી ટુર્નામેન્ટમાં કુલ આઠ ગોલ કર્યા હતા.
 
જ્યારે આર્જેન્ટિનાના કપ્તાન લાયોનેલ મેસ્સીને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો ગોલ્ડન બૉલ પુરસ્કાર અપાયો હતો.
 
આ સાથે જ આર્જેન્ટિનાના એમિલિયાનો માર્ટિનેઝને ગોલ્ડન ગ્લવ અને એન્ઝો ફર્નાન્ડિઝને બેસ્ટ યંગ પ્લેયર ઍવૉર્ડ મળ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને CBSE માન્ય સંસ્થા શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે NETS પરીક્ષા યોજાશે