Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kobe Bryant : એ ખેલાડી જેમને બાસ્કેટબૉલના જાદુગર કહેવાતા

Kobe Bryant : એ ખેલાડી જેમને બાસ્કેટબૉલના જાદુગર કહેવાતા
, સોમવાર, 27 જાન્યુઆરી 2020 (11:42 IST)
બાસ્કેટબૉલની રમતના લિજેન્ડરી અમેરિકન ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેમની દીકરી ગિઆનાનું હેલિકૉપ્ટર ક્રેશ થવાથી મૃત્યુ થયું છે. 41 વર્ષીય કોબી બ્રાયન્ટ અને તેમની દીકરી ગિઆના સહિત 9 લોકો ખાનગી હેલિકૉપ્ટરમાં સવાર હતા જે કાલાબાસસ નજીક ક્રૅશ થયું હતું. પ્રાથમિક અહેવાલોમાં હેલિકૉપ્ટરમાં 5 લોકો સવાર હતા તેમ કહેવાતું હતું જોકે લૉસ ઍન્જલેસના શેરીફે કહ્યું કે, 9 લોકો સવાર હતા અને કોઈ નથી બચ્યું.
 
બાસ્કેટબૉલની રમતમાં કોબી બ્રાયન્ટની ગણના એક મહાન ખેલાડી તરીકે ઓળખાય છે. કોબી દુનિયાભરના બાસ્કેટબૉલ ચાહકોમાં કેટલા લોકપ્રિય હતા તેનો અંદાજ એ પરથી લગાવી શકાય કે સોશિયલ મીડિયામાં ટ્વિટરથી લઈને ફેસબુક સુધી ટોપ 10 ટૅન્ડ્રમાં તેમના મૃત્યુનો શોક રજૂ થઈ રહ્યો છે. કોબી બ્રાયન્ટના અવસાન પર દુનિયાભરમાંથી લોકો સંતાપ અને સંદેશાઓ આપી રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમને મહાન ખેલાડી ગણાવ્યા.
 
બરાક ઓબામાંએ લખ્યું કે, ''બાસ્કેટબૉલની રમતના કોર્ટમાં કોબી એક મહાન ખેલાડી હતા અને તેઓ એમની જિંદગીના બીજા પડાવની શરૂઆત કરવાના હતા. ગિઆનાનો ખોવી એ એક માતાપિતા તરીકે વધારે દિલ તોડનારી ઘટના છે. મિશેલ અને હું વેનેસા (કોબી બ્રાયન્ટના પત્ની) અને સમગ્ર બ્રાયન્ટ પરિવારની સાથે દુઆ કરીએ છીએ.'' 
 
webdunia
બાસ્કેટબૉલના જાદુગર
 
કોબી બ્રાયન્ટના મૃત્યુ પછી એનબીએએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, કોબી બ્રાયન્ટ અને તેમની 13 વર્ષની દિકરી ગિઆનાના દુખદ અંતથી આઘાત અને શોકમાં છીએ. 20 વર્ષ સુધી કોબીએ આપણને દેખાડ્યું કે જ્યારે એક બહેતરીન પ્રતિભા જીત માટેના પૂરા સમપર્ણથી આવે છે ત્યારે શું સંભવ હોય છે. કોબી બ્રાયન્ટે 20 વર્ષ લૉસ ઍન્જેલસ લેકર માટે રમ્યા અને એપ્રિલ 2016માં નિવૃત્ત થયા.
 
2008માં તેઓ નેશનલ બાસ્કેટબૉલના સૌથી મોંઘા ખેલાડી હતા અને બે વાર નેશનલ બાસ્કેટબૉલમાં ફાઇનલમાં સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી રહી ચૂક્યા છે.
 
તેઓ સ્કોરિંગ ચૅમ્પિયન હતા અને બે વાર ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યા હતા.
 
કોબી બ્રાયન્ટે 2006માં એક મૅચમાં 81 અંકનો મુકામ હાંસિલ કર્યો હતો જે એમની કરિયરમાં સર્વોચ્ચ છે.
 
2008માં તેઓ નેશનલ બાસ્કેટબૉલના સૌથી મોંઘા ખેલાડી હતા અને બે વાર નેશનલ બાસ્કેટબૉલમાં ફાઇનલમાં સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી રહી ચૂક્યા છે.
 
2018માં તેમને ટૂંકી ઍનિમેશન ફિલ્મ માટે ઑસ્કર ઍવૉર્ડ પણ મળ્યો. આ 5 મિનિટની ફિલ્મ તેમણે 2015માં રમને લખેલા પ્રેમપત્ર પર આધારિત હતી.
 
 
2003માં એક 19 વર્ષીય યુવતીએ કોબી બ્રાયન્ટ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. જોકે, કોબી બ્રાયન્ટે આરોપ નકારી તે સંમતિપૂર્વકનો સમાગમ હતો તેમ કહ્યુ હતું.
 
પાછળથી આરોપ મૂકનારે અદાલતમાં હાજરી ન પૂરતા કેસ રદ થયો હતો.
 
પાછળથી કોબી બ્રાયન્ટે આને લઈને અફસોસ પણ વ્યક્ત કર્યો.
 
કોબી બ્રાયન્ટ કહ્યું હતું કે, એ ઘટનાને જે રીતે હું જોઉં છું એ રીતે તેઓ (આરોપ મૂકનાર) નથી જોઈ રહ્યાં તે મને સમજાય છે. બાદમાં આ કેસમાં અદાલતની બહાર સમાધાન થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરારીબાપુએ અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી, બોલ્યા આપણા અમિતભાઈ એવા સરસ જવાબ આપે છે કે