Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં 1 માર્ચે યોજાશે પિંકાથોન, દેશની મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ લેશે ભાગ

અમદાવાદમાં 1 માર્ચે યોજાશે પિંકાથોન, દેશની મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ લેશે ભાગ
, સોમવાર, 27 જાન્યુઆરી 2020 (10:47 IST)
દેશની મહિલાઓની સૌથી મોટી દોડ પિંકાથોની ત્રીજી એડિશન અમદાવાદ ખાતે યોજાવાની જાહેરાત સુપરમોડલ, એક્ટર, અલ્ટ્રામેન અને પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને કરી છે. અમદાવાદ 2020 વલ્લભસદન, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે 1 માર્ચ, 2020ના રોજ રવિવારે યોજાશે. યુનાઈટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન દ્વારા પહેલ અને મેક્સિમસમાઈસ એન્ડ મીડિયા સોલ્યુશન પ્રા. લિ. દ્વારા પ્રમોટ દેશની મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ ભાગ લેશે.

પિંકાથોન અમદાવાદની 3જી આવૃત્તિ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને જણાવ્યું કે, જ્યારે 2011માં મેં મહિલાઓ માટે રનિંગ ઇવેન્ટ યોજવાનું વિચાર્યું ત્યારે મેં એક રનર તરીકે વિચાર્યું હતું. બહુ ઓછી મહિલાઓએ ભાગ લીધો હતો. 52મી પિંકાથોન સાથે આજે ભારતની તે સૌથી મોટી વિમેન રન બની રહી છે. છેલ્લા આઠ વર્ષથી મેં જોયું છે કે મહિલાઓ તેમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઇ રહી છે. દરેક શહેર અને દરેક એડિશનમાં વધુને વધુ મહિલાઓ જોડાઇ રહી છે. માત્ર યુવા મહિલાઓ જ નહિં તમામ ઉંમરની, પ્રેગનન્ટ મહિલાઓ ઉપરાંત હિજાબ અને સાડીમાં રહેતી મહિલાઓ, શિશુ સાથેની મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુથી માંડીને કેન્સરમાંથી ઉગરેલી મહિલાઓ પણ ભાગ લઇ રહી છે. ડાન્સિંગ, સિંગિંગ, વોકિંગ અને રનિંગ, હસતી મહિલાઓ ખરેખર આ પ્રસંગને ઉત્સાહભેર વધાવી રહી છે.

52મી પિંકાથોન 1 માર્ચ, 2020ના રવિવારે અમદાવાદ સ્થિત સાબરમતીરિવર ફ્રન્ટમાં આવેલા વલ્લભ સદન ખાતે યોજાશે. પિંકાથોન દેશની મહિલાઓને દોડવા માટે ઉત્સાહિત કરેછે અને મહિલાઓમાં આરોગ્ય અને ફિટનેસ અંગે જાગૃત્તિ લાવે છે. બ્રેસ્ટ કેન્સર સહિત મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ અંગે જાગૃત્તિ ફેલાવે છે. 

છેલ્લા આઠ વર્ષથી વિભિન્ન શહેરોમાંથી 2,75,000 મહિલાઓ ભાગ લઈ ચૂકી છે. મલ્ટી કેટેગરી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન www.pinkathon.in/
ahmedabad પર કરી શકાશે. જેમાં 3 કિમી, મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ 5 કિમી ફેમિલી રન અને 10 કિમી, 21 કિમીની અંતર દોડ માટે [email protected].pinkathon.in/ahmedabad પર મેઈલ કરવાનો રહેશે.

આ પ્રસંગે ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા સહિત ચાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગીતા એસ રાવ જેમનો છાતીથી નીચેનો ડાબો પગ નિષ્ક્રિય છે. તેઓ 21 કિમી રેસ કેટેગરીનુ પ્રતિનિધિત્વ કરશે. 70 ટકા દ્રષ્ટી ગુમાવી ચુકેલા તખુ તુકડીયા 5 કિમી રેસ કેટેગરી, બાળકની માતા નિકિતા જયમીન પંચાલ 3 કિમી રેસ કેટેગરી, લૈગિંકરેણુ મિત્તલ 10 કિમી રેસ અને કેન્સર સામે લડત આપનારા પ્રજ્ઞા શાહ 10 કિમી રેસ કેટેગરીનુ પ્રતિનિધિત્વ કરશે. 

બજાજ ઇલેક્ટ્રિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ પોદ્દારે જણાવ્યું, અમેને ખુશી છે કે, પિંકાથોન સાથે અમે સતત બીજા વર્ષે પણ ટાઇટલ સ્પોન્સર જોડાયા છીએ. એક કંપની તરીકે અમે માનીએ છીએ કે, આવી ઇવેન્ટ્સને સ્પોન્સર કરવાથી સોસાયટીમાં પોઝિટિવ બદલાવ આવે છે અને લોકોને પ્રોત્સાહિત કરવામાં અમારી બ્રાન્ડ વેલ્યૂઝનું જતન થાય છે. પિંકાથોન સાથેનું લાંબુ જોડાણ અમને અમારી બ્રાન્ડ સ્ટોરી કહેવાનો પણ મોકો આપે છે. મહિલા સશક્તિકરણ જરૂરી છે. 

એલ્વિયા જયપુરીયાએ જણાવ્યું કે, પિંકાથોન જેવાં પગલાંથી મહિલાઓને ફિટનેશ પ્રમોટ કરવા ઉવપરાંત બ્રેસ્ટ કેન્સર જેવાં ઇશ્યૂઓથી જાગૃતિ ફેલાવી શકાય છે. એક બ્રાન્ડ તરીકે કલર્સે હંમેશા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે દેશભરની લાખ્ખો મહિલાઓને તંદુરસ્ત લાઇફ સ્ટાઇલ આપવા માટે પ્રયાસ કર્યો છે.

કેટલાંક દેશોમાં 176 સ્થળે અને 25000થી વધુ લોકો દ્રારા આ વર્ષે બીજીવાર પિંકાથોન ડે ઉજવાઇ રહ્યો છે. પિંકાથોનની 3જી અને 52મી એડિશન અમદાવાદમાં ઉજવાશે અને તે અદ્ભૂત પળ હશે. મહિલાઓ દ્રારા તંદુરસ્ત અને મજબૂત સોસાયટીની દિશામાં એક નાનકડું પગલું હોવા છતાં તે ખૂબજ મદદરૂપ છે.
 
પિન્કાથોનના કો-ફાઉન્ડર રીમા સંઘવીએ જણાવ્યું કે, 2019માં અત્યારસુધીમાં બેંગ્લુરુ, હૈદરાબાદ, કોલકાતા, કાઠમાંડુ, ચેન્નાઇ, દિલ્હી, પૂણે અને ગુવાહાટીમાં યોજાઇ ચૂકી છે. અમે અમદાવાદમાં 3જી એડિશન માટે આગળ વધી રહ્યા છીએ. હર ઘરમેં પિંકાથોન કન્સેપ્ટનો મેસેજ પહોંચાડવો છે. ફીટ મહિલા અર્થાત્ ફિટ ફેમિલી અર્થાત્ ફીટ સોસાયટી અને ફીટ નેશન. પિન્કાથોને કેટલાંક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડસ્ જેવાં કે વાઉ એવોર્ડ ફોર બેસ્ટ ફેસ્ટીવલ ઓફ ધ યર અને બેસ્ટ સપોર્ટ ઇવેન્ટ ઓફ ધ યર અને ઇઇએમએએક્સ ગ્લોબલ ફોર બેસ્ટ પબ્લિક ઇવેન્ટ ઓફ ધ યર મેળવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CAA, NRC : અમદાવાદ શહેરમાં 9 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ