18માં એશિયાઈ રમતમાં ભારતે રોઈંગમાં ઈતિહાસ રચતા ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો . એશિયન ગેમ્સ ઈતિહાસમાં રોઈંગ ઈવેંટમાં આ ભારતનો ફક્ત બીજો ગોલ્ડ મેડલ છે. સુવર્ણ સિંહ, ભોનાકલ દત્તુ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહની ટીમે રોઈંગમં મેસની ક્વાડ્રપલ સ્કલ્સ ટીમ ઈવેંટનો ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો.
ભારતીય ટીમે ફાઈનલમાં 6 મિનિટ અને 17.13 સેકંડન સમય લઈને પ્રથમ સ્થાન મેળવ્યુ. આ ભારતના ખાતામાં પાંચમો ગોલ્ડ મેડલ છે. પહેલા ચાર દિવસ સતત ગોલ્ડ મેડલ જીત્યા પછી ભારતના ખાતામાં પાંચમા દિવસે કોઈ ગોલ્ડ આવ્યો નહોતો. રોઈંગમાં ભારત માટે આજનો દિવસ ઘણો સારો રહ્યો.
ગોલ્ડ પહેલા રોઈંગ ઈવેંટમાં ભારતના ખાતામા બે બ્રોન્ઝ મેડલ પણ આવી ચુક્યા છે. રોહિત કુમાર અને ભગવાન સિંહની જોડી એ મેસ લાઈટવેટ ડબલ સ્કલ્સ ઈવેંટના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પહેલા દુષ્યંતે લાઈટવેટ સિંગલ સ્કલ્સ ઈવેંટના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.