મોટાભાગે એવુ થાય છે કે આપણને કોઈ એવી વસ્તુ ગમી જાય છે જેને તરત જ ખરીદવી આપણા બજેટની બહાર હોય છે. આવા સમયે આપણો સાથ આપે છે ક્રેડિટ કાર્ડ જેનાથી આપણે કેશ ન હોવા છતા પણ મનપસંદ વસ્તુ ખરીદી લઈએ છીએ અને જો ગ્રેસ પીરિયડની અંદર જ ચુકવણી કરી દઈએ તો વ્યાજનુ નુકશાન પણ નહી થાય.
તેનો સૌથી મોટો ફાયદો એ જ છે કે પેમેંટ તમારા બેંક ખાતામાંથી તરત જ નથી કપાતુ જ્યારે કે ડેબિટ કાર્ડમાંથી તરત જ કપાય જાય છે. પણ શુ તમે જાણો છો કે જો તમે કેટલીક વાતોનુ ધ્યાન નહી આપો તો તમને ઘણુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે.
1. તમે જોયુ હશે કે જ્યારે પણ ક્યારેય તમારા એકાઉંટમાં બેલેંસ મિનિમમથી નીચે આવી જાય છે તો મોબાઈલ પર મેસેજની લાઈન લાગી જાય છે. પણ ક્રેડિટના બિલને જમા કરવા માટે તમારી પાસે કોઈ મેસેજ નથી આવતો કારણ કે કંપની ઈચ્છતી જ નથી કે તમે પહેલા મહિનામાં જ બધુ પેમેંટ કરી દો પણ કંપનીઓ તો એ ઈચ્છે છેકે તમે વધુ લેટ કરો અને પછી લેટ ફી ભરો.
2. ગ્રાહકોને મોટાભાગે ફ્રી ઈએમઆઈ ક્રેડિટ કાર્ડ પર જીરો પરસેંટ પર ઈએમઆઈનુ વચન આપવામાં આવે છે પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે જીરો ટકા વ્યાજ પર ઈએમઆઈ પર નિયમ અને શરતો લાગુ છે. જો એક પણ શરતનુ ઉલ્લંઘન કરો છો તો 5 કે 10 નહી પણ 20 ટકાથી પણ વધુ વ્યાજ ચુકવવુ પડી શકે છે.
3. બેંક તમને ક્યારેય પણ પોતે નહી બતાવે કે તમે તમારા પોઈંટ્સને કેવી રીતે રીડિમ કરી શકો છો. આવામાં માહિતી ન હોવાથી લાખો પોઈંટ્સ પડ્યા રહી જાય છે અને ક્રેડિટ કાર્દ એક્સપાયર થઈ જાય છે. આ ઉપરાંત જ્યારે તમારા પોઈંટ્સ 1000થી 10000 જેવા લેંડમાર્કને ક્રોસ કરે છે ત્યારે બેંક તમને એ નહી બતાવે કે તમારા આટલા પોઈંટ થઈ ગયા છે અને તમે તેના રીડિમ કરી કેશબૈકનો લાભ લઈ શકો છો.
4. બેંક મોટાભાગે તમને ઓફર આપે છે કે તમે ફ્રી ઓફ કૉસ્ટ પોતાના સિલ્વર કાર્ડને ગોલ્ડમાં અને ગોલ્ડને પ્લેનિટમમાં અપગ્રેડ કરાવી શકો છો પણ એ નહી બતાવે કે નવા ક્રેડિટ કાર્ડ માટે તમારે 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો ચાર્જ પણ આપવો પડશે.
5. ક્રેડિટ કાર્ડ ધારકોને મોટાભાગે એક કૉલ આવે છે કે તમારા ક્રેડિટ કાર્ડની ક્રેડિટ લિમિટ મફતમાં વધારવામાં આવી રહી છે પણ બેંક તમને ક્યારેય નહી બતાવે કે ત્યારબાદ વાર્ષિક ફી વધી જશે.