rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shivling પર ક્યારેય ન ચઢાવશો આ વસ્તુઓ, નહી મળે પુજાનુ ફળ, જાણો પૂજાના નિયમ

things not to offer to Shiv Ling
, ગુરુવાર, 17 જુલાઈ 2025 (17:12 IST)
શ્રાવણનો મહિના ભગવાન શિવની ભક્તિ અને આરાઘના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન લાખો ભક્ત શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અર્પિત કરી મહાદેવને પ્રસન્ન કરે છે. માન્યતા છે કે શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક ચઢાવેલ વસ્તુ શિવજીને પ્રિય હોય છે અને તે પ્રસન્ન થઈને પોતાના ભક્તોની મનોકામના પૂરીએ કરે છે. પણ શુ આપ જાણો છો કેટલીક એવી વસ્તુઓ છે જે શિવલિંગ પર બિલકુલ ન  ચઢાવવી જોઈએ. આવો જાણીએ આ વસ્તુ વિશે.. 
 
 
1. સિંદૂર કે કુમકુમ-  સ્ત્રીઓ ઘણીવાર દેવી-દેવતાઓને સિંદૂર કે કુમકુમ ચઢાવે છે, પરંતુ શિવલિંગ પર ચઢાવવું પ્રતિબંધિત માનવામાં આવે છે. સિંદૂર વૈવાહિક આનંદનું પ્રતીક છે અને પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે તેને ધારણ કરે છે. ભગવાન શિવ સંહારક અને તપસ્વીના રૂપમાં છે, તેથી તેમને સિંદૂર કે કુમકુમ ચઢાવવામાં આવતું નથી. તેના બદલે, તમે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવી શકો છો.
 
2. તુલસીના પાન - તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. જોકે, શિવલિંગ પર તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી. આ પાછળ એક પૌરાણિક કથા છે કે ભગવાન શિવે જલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો, જેની પત્ની વૃંદા, જે તુલસીનું સ્વરૂપ હતી, તે ભગવાન વિષ્ણુની પ્રખર ભક્ત હતી. આ કારણોસર, શિવ પૂજામાં તુલસીને પ્રતિબંધિત માનવામાં આવે છે.
 
૩. કેતકીનું ફૂલ-   કેતકીનું ફૂલ સુંદર દેખાય છે, પરંતુ તેને શિવલિંગ પર ચઢાવવુ પ્રતિબંધિત છે. દંતકથા અનુસાર, એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તે અંગે વિવાદ થયો હતો. પછી એક વિશાળ શિવલિંગ દેખાયું અને આકાશમાંથી એક અવાજ આવ્યો કે જે કોઈ તેનો આરંભ અને અંત શોધશે તે શ્રેષ્ઠ રહેશે. બ્રહ્માજી ખોટુ બોલ્યા  કે તેમણે શિવલિંગનો ઉપરનો છેડો જોયો છે અને કેતકીના ફૂલે આ જૂઠાણાની સાક્ષી આપી. ભગવાન શિવને આ વાતની જાણ થતાં જ તેમણે કેતકીના ફૂલને તેમની પૂજાથી વંચિત રાખ્યું કર્યુ.
 
4. તૂટેલા ચોખા (અક્ષત) ચોખાને અક્ષત કહેવામાં આવે છે, અક્ષત નો અર્થ થાય છે 'જે તૂટેલો નથી'. આખા અને અખંડ ચોખા હંમેશા પૂજામાં ચઢાવવામાં આવે છે, કારણ કે તે પૂર્ણતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. શિવલિંગ પર ક્યારેય તૂટેલા ચોખા ચઢાવવા જોઈએ નહીં.  
 
5. શંખનું પાણી: શંખમાંથી ભગવાન શિવને પાણી ચઢાવવાની પણ મનાઈ છે. આ પાછળ પણ એક દંતકથા છે. ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો અને શંખચૂડનું સ્વરૂપ શંખ છે. તેથી, શંખ દ્વારા ભગવાન શિવને પાણી ચઢાવવામાં આવતું નથી.
 
6. તૂટેલા બેલપત્ર: બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે, પરંતુ તેને ચઢાવતી વખતે કાળજી લેવી જોઈએ. શિવલિંગ પર ક્યારેય તૂટેલી કે ખંડિત 
 બેલપત્ર ચઢાવવી જોઈએ નહીં. બેલપત્ર હંમેશા ત્રણ પાંદડાવાળું, આખું અને સ્વચ્છ હોવું જોઈએ. તૂટેલું બેલપત્ર ચઢાવવાથી પૂજાનો સંપૂર્ણ લાભ મળતો નથી.
 
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરતી વખતે આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નિષિદ્ધ વસ્તુઓ ઉપરાંત, તમારે મહાદેવને તેમની પ્રિય વસ્તુઓ શુદ્ધ મન અને સાચી ભક્તિથી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી, તમારી પૂજા સફળ થશે અને તમને ભગવાન શિવનો આશીર્વાદ મળશે.
 
તો મિત્રો આ હતી શ્રાવણમાં શુ ન ચઢાવવુ તેના માહિતી જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈવ કરવુ ભૂલશો 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવી લક્ષ્મી આ લોકો ને ક્યારેય પસંદ નથી કરતી, ગરીબીમાં વીતે છે આખું જીવન