ધર્મ ગ્રંથો મુજબ અશ્વિન કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિથી અમાસ સુધીનો સમય શ્રાદ્ધ કે મહાલય પક્ષ કહેવાય છે. આ 16 દિવસ પિતરો અર્થાત શ્રાદ્ધ કર્મ માટે વિશેષ રૂપથી નક્કી કરવામાં આવ્યા છે. આ સમય પિતૃપક્ષના નામથી ઓળખાય છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલ કાર્યોથી પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.