Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીથી રાહત મેળવવા માટે 5 મિનિટમાં બનાવો આ ડ્રિંક

Watermelon Punch
, ગુરુવાર, 8 જૂન 2023 (15:56 IST)
Watermelon Drink- 5 મિનિટમા તરબૂચનુ જ્યુસ કેવી રીતે બનાવવુ 
- તરબૂચ 1 કિલો, ફુદીનાના 10-12 પાન, લીંબુ 1 (2-3 ચમચી), સંચળ 1 ​​ચમચી.
 
સૌપ્રથમ તરબૂચના લાલ ભાગને નાના ટુકડામાં કાપી લો.
 
આ ટુકડાને મિક્સી જારમાં મૂકો અને તેમાં ફુદીનાના પાન અને મીઠું ઉમેરો.
 
2 મિનિટ માટે મિક્સરમાં ફેરવી લો. પછી તેને ગાળી લો જેથી તેના દાણા નીકળી જાય.
 
હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢીને ફુદીનાના પાન, લીંબુના ટુકડા વગેરેથી ગાર્નિશ કરો.
 
તરબૂચ રસદાર અને લાલ હોવું જોઈએ. જો તરબૂચ ગળ્યુ ન હોય તો તમે તેમાં ખાંડ પણ ઉમેરી શકો છો.
 
જો તમારે ઠંડુ જ્યુસ જોઈતું હોય તો તેને થોડીવાર માટે ફ્રીજમાં મુકો. બરફના ક્યુબ્સ ન નાખશો નહીં તો જ્યુસ પાણીવાળુ થઈ જશે અને સ્વાદ બદલાઈ જશે.
 
તરબૂચનો જ્યુસ બનાવ્યા બાદ તેને 10 મિનિટની અંદર પીવો નહીંતર તે ખતરનાક સાબિત થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Putra prapti- પુત્ર પ્રાપ્તિ માટે પીરિયડ પછી આ દિવસે ગર્ભ રોકાવવા જોઈએ