Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચતુર્માસના 4 મહિનામાં માં લક્ષ્મી આપશે મહાવરદાન, ભૂલથી પણ ન કરો આ કામ

ચતુર્માસના 4 મહિનામાં માં લક્ષ્મી આપશે મહાવરદાન, ભૂલથી પણ ન કરો આ કામ
, બુધવાર, 1 ઑગસ્ટ 2018 (17:57 IST)
ચતુર્માસ લાગી ગયો છે અને આ ચાર મહિનામાં મા લક્ષ્મી ભક્તોથી ખુશ થઈને મહાવરદાન આપે છે. આ માટે એક ખાસ વિધિથી પૂજા કરશો તો લાભ થશે નહી તો અશુભ થશે. 
 
ચતુર્માસ મતલબ ભગવાનના ચાર મહિના માટે આરામ કરવાથી છે. દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે. માન્યતા મુજબ આ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં રાજા બલીની ત્યા નિવાસ કરે છે.  ત્યારબાદ કાર્તિક શુક્લ અગિયારસના રોજ પરત ફરે છે. 
 
માન્યતાઓ મુજબ દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે આરામ કરવા માટે ક્ષીર સાગર જતા રહે છે.  તેથી આ 4 મહિના દરમિયાન શુભ કાર્ય જેવા કે વિવાહ, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્ય થંભી જાય છે. 5 મહિન દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્ય થંભી જાય છે.  5 મહિના પછી મતલબ દેવઉઠની અગિયારસ પર ભગવાન વિષ્ણુ નિદ્રા ત્યજીને ફરીથી સુષ્ટિનું સંચાલન પોતાના હાથમાં લઈ લે છે. 
 
હિન્દુ ધર્મમાં આ 4 મહિનાનુ ખૂબ મહત્વ હોય છે. જ્યરે વિષ્ણુ ભગવન આરામ કરે છે. અને માતા લક્ષ્મી તેમની સતત સેવા કરે છે. આવામાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ.  ભગવાનના આરામ કરવાથી ખરાબ આત્માઓ સક્રિય થઈ જાય છે. તેથી શાસ્ત્રો મુજબ આ 4 મહિનામાં પૂજા પાઠ વધુ કરવી જોઈએ. 
 
ચતુર્માસમાં ચાર મહિના હોય છે અને દરેક મહિનાનુ પોતાનુ મહત્વ છે. પ્રથમ મહિનો શ્રાવણનો હોય છે.  જ્યારે આખા મહિના દરમિયાન ભક્તો ભોલેનાથની પૂજામાં લીન હોય છે.  શ્રાવણના દરેક સોમવારનુ વિશેષ મહત્વ છે. તેમા શ્રદ્ધાળુ વ્રતસ્થ રહીને ભોલેનાથની પૂજા કરે છે. 
 
બીજો મહિના ભાદરવાનો હોય છે અને આ મહિનાના સ્વામી પ્રભુ શ્રીકૃષ્ણ છે. ભાદરવાની કૃષ્ણ પક્ષ અષ્ટમીમાં જ કૃષ્ણનો જન્મ થયો છે આ મહિને શ્રદ્ધાલુ શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરે છે. ત્રીજો મહિનો અશ્વિન છે. આ મહિનાના કૃષ્ણ પક્ષમાં પિતરોની પૂજા કરવામાં આવે છે અને શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રી હોય છે. તેમા શ્રદ્ધાળુ મા દુર્ગાની પૂજા કરે છે. 
 
ચોથો મહિનો કારતકનો છે અને તેમા શાલીગ્રામ અને તુલસી વિવાહ થાય છે. જેને શ્રદ્ધાળુ ધૂમધામાથી ઉજવે છે અને સમગ્ર મહિનામાં શ્રીહરિની પૂજા કરવામાં આવે છે. આ મહિને દિવાળી પર મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ચતુર્માસનો મહિનો આરોગ્યના હિસાબથી ખૂબ મહત્વપૂર્ણ હોય છે.  આ દિવસોમાં તેલ દહી સાથે ચોખા ગોળ મૂળા અને રિંગણનુ સેવન ન કરવુ જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kamika Ekadashi - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા