Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરાણમાં જણાવ્યા છે મૃત્યુ પહેલાના આ 6 સંકેત, તમે પણ જરૂર જાણો

પુરાણમાં જણાવ્યા છે મૃત્યુ પહેલાના આ 6 સંકેત, તમે પણ જરૂર જાણો
, શુક્રવાર, 5 જુલાઈ 2019 (16:56 IST)
જીવ જંતુ હોય કે મનુષ્ય બધાનુ મૃત્યુ એક અટલ સત્ય છે. જેણે જન્મ લીધો છે એક દિવસ તેનુ મૃત્યુ ચોક્કસ થવાનુ છે. 
આ સત્ય સૌ જાણે છે છતા સૌને મોતનો ભય સતાવતો રહે છે. મોટાભાગના લોકો આ ભય સાથે જીવે છે કે તેઓ પોતાનુ મોત આવતા પહેલા બધા ફર્જને પૂરા કરી દે અને જીવનના બધા બચેલા કામ નિપટાવી લે. 
 
લોકોમાં રહેલો ભય તેમને આ જાણવાને મજબૂર કરી દે છે કે કાશ તેમને કોઈ પહેલાથી જ તેમના મોત વિશે બતાવી દે. 
webdunia
ઉલ્લેખનીય છે શિવપુરાણમાં થોડા એવા સંકેત બતાવ્યા છે જેના દ્વારા આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે વ્યક્તિની મૃત્યુ કેટલો સમય પછી થઈ શકે છે. આવો જાણીએ આ સંકેત 
 
1. શિવપુરાણમાં કહ્યુ છે કે જે મનુષ્યના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર આવીને બેસવા માંડે તો સમજી લેવુ જોઈએ કે તેનુ મૃત્યુ નજીક આવી રહ્યુ છે. 
 
2. મોતનો બીજો સંકેત - શિવ પુરાણમાં મહાદેવ કહે છે કે જ્યારે મનુષ્યનુ શરીરનો કલર પીળો, સફેદ અથવા લાલ થઇ રહ્યો છે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ મૃત્યુ 6 મહિનામાં થવાનુ છે. 
webdunia
3 મોતનો ત્રીજો સંકેત - જે વ્યક્તિની દ્રષ્ટિ રાતના સમયે તારા અને ચંદ્રમાં ન જોઈ શકે તો તેની મૃત્યુ 6 મહિનાની અંદર મોત થઇ શકે છે. 
 
4. મોતનો ચોથો સંકેત - જો કોઈ વ્યક્તિને વારે ઘડીએ તરસ સતાવવા માડે અને પાણી પીવા છતા કંઠમાં સૂકાપણુ આવવા માંડે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ જીવન ફક્ત 6 મહિનાનુ બાકી રહી ગયુ છે. 
 
5  મોતનો પાંચમો સંકેત -  જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો પાણીમાં કે તેલમાં ન દેખાય તો સમજી લેવુ જોઈએ કે તેના જીવનના થોડાક જ દિવસો શેષ છે.  (એવુ કહેવાય છે કે શનિવારના દિવસે તેલમાં પોતાનો પડછાયો જોઈને તેલનુ દાન કરવુ જોઈએ.) 

6. જો કોઇ કારણ વગર આંખમાંથી અચાનક આંસુ નિકળવા લાગે અને માથામાંથી વરાળ જેવું લાગે તો તો એ સાંજ પડતાં મરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Devshayani Ekadashi - દેવશયની એકાદશી પર ન કરવા જોઈએ આ 9 કામ