Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રશિયા યુક્રેન યુદ્ધના છઠ્ઠા દિવસનો સૌથી ભયંકર વીડિયો

રશિયા યુક્રેન યુદ્ધના છઠ્ઠા દિવસનો સૌથી ભયંકર વીડિયો
, મંગળવાર, 1 માર્ચ 2022 (15:28 IST)
યુક્રેનના બીજા
સૌથી મોટા શહેર ખાર્કિવના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ પર આજે રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો છે. વીડિયોમાં આ બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ હુમલો ઈમારત પર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ છે. જોકે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી
 
ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવાની એડવાઈઝરી 
 
યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.
 
ઘણા દેશો યુક્રેનને કરી રહ્યા છે મદદ 
 
યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે જો આ લશ્કરી સાધનોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનારા દેશ જવાબદાર રહેશે. આ તરફ યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો છે, જેમાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hero MotoCorp: હીરો મોટોકોર્પ માર્ચમાં લોંચ કરશે પોતાનુ પહેલુ ઈલેક્ટ્રિક સ્કૂટર, લાવશે પ્રીમિયમ ઉત્પાદોની એક મોટી રેંજ