Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Russia-Ukraine War: યૂક્રેન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યુ છે રૂસ ! પુતિને ગોઠવી હાઈપરસોનિક મિસાઈલ

Russia-Ukraine War: યૂક્રેન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યુ છે રૂસ ! પુતિને ગોઠવી હાઈપરસોનિક મિસાઈલ
, ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (17:32 IST)
Russia Ukraine Conflict: રશિયા અન્ને યૂક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને 11 મહિના પૂરા થવાના છે પણ હજુ પણ જંગ ખતમ થવાના આસાર જોવા મળી રહ્યા નથી. વીતી રહેલા સમય સાથે રશિયા સતત યુક્રેન પર હુમલો ઝડપી કરી રહ્યુ છે. જીત માટે બેચેન રશિયા હવે યુક્રેન પર મિસાઈલ  અને અન્ય આધુનિક હથિયારો દ્વારા હુમલો કરી રહ્યુ છે. આ ક્રમમાં રૂસે એટલાંટિક સાગરમાં નવી જનરેશનની હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલોથી લૈસ યુદ્ધપોતને ગોઠવી છે.  આ પગલાથી એવુ લાગી રહ્યુ છે કે રૂસ હવે પાછળ હટવ્વાનુ નથી અને તે આરપારની લડાઈના મૂડમાં છે. 
 
પુતિને આ હથિયારોની તૈનાતી વિશે માહિતી આપી હતી
 
અત્યારે હાઈપરસોનિક મિસાઈલ માત્ર રશિયા, ચીન અને અમેરિકા પાસે છે. આ હથિયારોની તૈનાતી પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સંરક્ષણ પ્રધાનો સર્ગેઈ શોઇગુ અને ઇગોર ક્રોખમલ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. , આ દરમિયાન તેમણે તેની વિગતવાર ચર્ચા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને બેઠકમાં કહ્યું, "આ વખતે જહાજ નવીનતમ હાઇપરસોનિક મિસાઇલ સિસ્ટમ 'ઝિર્કોન'થી સજ્જ છે. મને ખાતરી છે કે આવા શક્તિશાળી શસ્ત્રો રશિયાને સંભવિત બાહ્ય જોખમોથી નિશ્ચિતપણે સુરક્ષિત કરશે. આ શસ્ત્રોનું વિશ્વના કોઈપણ દેશમાં કોઈ અનુરૂપ નથી.
 
રોકેટ હુમલામાં માર્યા ગયા 89 રૂસી સૈનિક 
 
સાથે જ રશિયન સેનાએ મંગળવારે કહ્યું કે યુક્રેન દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં તેના 89 સૈનિકો માર્યા ગયા છે. રશિયન સેનાના જનરલ લેફ્ટનન્ટ સર્ગેઈ સેવેર્યુકોવે જણાવ્યું કે ગયા અઠવાડિયે યુક્રેનની સેનાએ ફોન સિગ્નલની મદદથી અમારા કેમ્પ પર રોકેટથી હુમલો કર્યો. આ હુમલામાં અત્યાર સુધીમાં 89 જવાનો શહીદ થયા છે. મોબાઈલના કારણે યુક્રેનને આપણા સૈનિકોના ઠેકાણાની ખબર પડી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેતપુરમાં બે આખલાઓના યુદ્ધમાં સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ, એક વિદ્યાર્થીને ઈજા પહોંચી