Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક
, ગુરુવાર, 21 નવેમ્બર 2024 (17:34 IST)
Russia Ukraine War: રૂસ અને યૂક્રેનની વચ્ચે જંગ ખતરનાક મોડ લેતી જઈ રહી છે. યૂક્રેને અમેરિકી હથિયારો પછી હવે રૂસ પર બ્રિટિશ સ્ટૉર્મ શૈડો ક્રૂજ મિસાઈલોથી હુમલો કર્યો છે.  આ દરમિયાન રૂસ તરફથી કહેવામાં આવ્યુ છે કે તેણે બ્રિટન નિર્મિત બે સ્ટોર્મ શૈડો ને નષ્ટ કરી દીધા છે. 
 
રૂસી રક્ષા મંત્રાલયે શુ કહ્યુ 
રૂસી રક્ષા મંત્રાલયે ગુરૂવારે કહ્યુ કે તેની વાયુ રક્ષા પ્રણાલીઓએ બ્રિટન નિર્મિત બે સ્ટૉર્મ શૈડો મિસાઈલો, છ એચઆઈએમએઆરએસ રૉકેટ અને 67 ડ્રોનને નષ્ટ કરી દીધા. યૂક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન વિશે મંત્રાલય તરફથી દૈનિક રૂપે પ્રદાન કરવામાં આવનારી માહિતીમાં આ જાહેરાત કરવામાં આવી. તેમા એ નહી બતાવવામાં આવ્યુ કે હકીકતમાં આ ઘટના ક્યારે અને ક્યા થઈ આ મિસાઈલ કોને નિશાન બનાવવા માટે છોડવામાં આવી હતી. 
 
રૂસ પહેલા પણ નષ્ટ કરી ચુક્યો છે મિસાઈલ 
બ્રિટન નિર્મિત સ્ટૉર્મ શૈડો મિસાઈલોને પાડવાની મોસ્કોની આ પહેલી સાર્વજનિક જાહેરાત નથી. રૂસે પૂર્વમાં પણ પોતાના કબજિયાતવાળા ક્રીમિયા પ્રાયદ્વીપમાં આ પ્રકારની થોડી મિસાઈલોને નષ્ટ કરવાની વાત કહી હતી.  
રૂસે ICBM મિસાઈલો દ્વારા કર્યો હુમલો  
આ દરમિયાન યૂક્રેને કહ્યુ છે કે રૂસે ગઈ રાતે યૂક્રેની શહેર નિપ્રોને નિશાન બનાવીને જંગમાં પહેલીવાર અંતર મહાદ્વિપીય મિસાઈલો (ICBM) નો ઉપયોગ કર્યો.  યૂક્રેનની વાયુસેનાએ ગુરૂવારે ટેલીગ્રામ પર એક નિવેદન માં કહ્યુ કે તેને રૂસના અસ્ત્રખાન ક્ષેત્ર પરથી છોડવામાં આવ્યુ છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે જંગના મેદાનમાં રૂસની મદદ માટે ઉત્તર કોરિયાઈ સૈનિકોના પહોચવા સાથે યુદ્ધ અધિક આંતરરાષ્ટ્રીય પરિમાણ લઈ લીધુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી