Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Zingbus એ ભારતની પ્રથમ ‘પે એટ બસ’ સુવિધા શરૂ કરી, આ રૂટ ઉપર શરૂ થઇ સર્વિસ

Zingbus એ ભારતની પ્રથમ ‘પે એટ બસ’ સુવિધા શરૂ કરી, આ રૂટ ઉપર શરૂ થઇ સર્વિસ
, મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (09:44 IST)
રોડ માર્ગે અવરજવરની સગવડ પૂરી પાડતી અગ્રણી સર્ફેસ મોબિલીટી બ્રાન્ડ ઝીંગબસે તેના ગ્રાહકો માટે બસમાં બેસતી વખતે ચૂકવણી કરવાની અનોખી સગવડ (પે એટ બસ) શરૂ કરી છે. આ નવી સર્વિસ ઝીંગબસના ગ્રાહકોને પોતાના પ્રવાસની ટિકિટ એપ્પ અથવા તો વેબ મારફતે ઓનલાઈન બુક કરવાની તથા ટિકિટની રકમ બસમાં બેસતી વખતે ચૂકવવાની સગવડ પૂરી પાડે છે.
 
ઝીંગબસે દિલ્હીથી શરૂ કરીને ઉત્તર પ્રદેશઅને પંજાબ બેલ્ટના દરેક રૂટ ઉપર આ સર્વિસ ચાલુ કરી છે. જે ગ્રાહકોને અગાઉથી ચૂકવણી કે ડિજિટલ ચૂકવણી કરવાની અનુકૂળતા ના હોય તેમને આ નવી સુવિધા આસાન સગવડ પૂરી પાડે છે.
 
આ નવી સર્વિસના પ્રારંભ પ્રસંગે વિગત આપતાં ઝીંગબસના સીઈઓ અને સહ -સ્થાપક પ્રશાંત કુમાર જણાવે છે કે  “ભારતના આશરે 83 ટકા ગ્રાહકો હજૂ પણ કોઈ પણ સર્વિસ કે પ્રોડકટ માટે રોકડમાં ચૂકવણી કરવાનો આગ્રહ રાખતા હોય છે. ટેકનોલોજી અને આધુનિક સર્વિસિસને કારણે “ડિજિટલ ઈન્ડીયા”ની બોલબાલા છે તો પણ અનેક ગ્રાહકો હજુ પણ પૈસા ચૂકવણીની ડિજિટલ મોનેટરી પધ્ધતિ ઉપર ભરોસો રાખતાં ખંચકાટ અનુભવતાં હોય છે. ઝીંગબસના 30 લાખ ગ્રાહકોમાંથી 72 ટકા ગ્રાહકો બીજા કે ત્રીજા વર્ગનાં શહેરો અથવા તો નગર માંથી આવતાં હોય છે. ‘પે એટ બસ’ સર્વિસ શરૂ કરીને અમે ઓફલાઈન વપરાશકારોના સ્ટાન્ડર્ડ ગ્રુપના લોકોને આ બ્રાન્ડનાં પ્રથમ દર્શી ફીચર અને લાભ સમજવાની તક પૂરી પાડી રહ્યા છીએ.”
 
‘પે એટ બસ’ સુવિધાની ગતિશીલતા ઈ-કોમર્સ ઉદ્યોગ દ્વારા ઉભી કરવામાં આવેલી “કેશ ઓન ડિલિવરી” સુવિધાની સમકક્ષ છે. છતાં પણ, ‘પે એટ બસ’ નુ સંકલન કરીને ઝીંગબસ નવી પેઢીને તેમની પ્રવાસ અંગેની જરૂરિયાત માટે વધુ સગવડ ધરાવતી ચૂકવણીની આ સર્વિસ ઓફર કરવા માગે છે.આ નવી રજૂઆતનો ઉદ્દેશ બ્રાન્ડ અને તેના ગ્રાહકોને જોડવાનો અને બંને વચ્ચે સલામત નાતો ઉભો કરવાનો છે. વધુમાં, આ ફીચર જોડવામાં આવ્યુ તે પછી ઝીંગબસને  તેની એપ્પ બુકીંગમાં 15 ટકાથી વધુ વૃધ્ધિ જોવા મળી છે.
 
ઝીંગબસ પ્રગતિલક્ષી ટેકનોલોજી આધારિત ફીચર્સ મારફતે ભારતના પ્રવાસ ઉદ્યોગમાં ક્રાંતી લાવવાનો  વિશ્વાસ ધરાવે  છે અને ‘પે એટ બસ’ એ ભારતની ઈન્ટરસીટી અને ટ્રાવેલ માર્કેટની બદલાયેલી વ્યવસ્થાની માત્ર શરૂઆત છે. ઝીંગબસ ધીમે ધીમે ભારતની સૌથી વધુ પસંદગીની મોબિલિટી બ્રાન્ડ બનાવી રહી છે, જે ભારતીય ઇન્ટરસિટી ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે.
 
ઝીંગબસ અંગે :
વર્ષ 2019માં શરૂ કરવામાં આવેલી ઝીંગબસ એ 500 શહેરને આવરી લેતુ 350થી વધુ બસનુ નેટવર્ક ધરાવતી ભારતની ટેકનોલોજી આધારિત સૌથી મોટી ઈન્ટરસીટી બસ પ્રોવાઈડર છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડી ચૂકેલી ઝીંગબસ ભારતના ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણના વિસ્તારો સહિત 18 રાજ્યમાં પથરાયેલી છે અને પ્રવાસન ક્ષેત્રે મજબૂત સ્થાન ધરાવે છે. કંપની માને છે કે લોકોને પોસાય તેવી,ગૌરવશાળી પ્રવાસની સગવડ મળી રહે તે તેમનો એક મૂળભૂત અધિકાર છે. ઝીંગબસ એ ભારતની ઈન્ટરસીટી ટ્રાવેલ નુ ભાવિ છે અને તે માનવજાતને પ્રવાસના સલામત, ભરોસાપાત્ર અને પોસાય તેવા વિકલ્પ પૂરા પાડવા માટે સમર્પિત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ગત 5 વર્ષોમાં કસ્ટડીમાં સૌથી વધુ મોત નોંધાયા