Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ- ગુજરાતમાં યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહનું જૂથ સામ-સામે

યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ- ગુજરાતમાં યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ હાર્દિક પટેલ અને  ઈન્દ્રવિજયસિંહનું જૂથ સામ-સામે
, ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (21:08 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રૂપનો પણ વિવાદ સપાટી પર. 
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ જૂથવાદ પણ શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રૂપ હવે આમને-સામને આવી ગયા છે. યૂથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં જ બે ભાગ પડી ગયા છે. જેમાં બન્નેના ગ્રૂપ પોતાના સમર્થકમાંથી કોઈને પ્રમુખ બનાવવા માટે મક્કમ છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી ટાણે જ બે ભાગ પડતા કોંગ્રેસના નેતાઓ માટે મુંઝવણ જોવા મળી રહી છે. હાલમાં  ઇન્દ્રવિજયસિંહ ગ્રૂપના ઉમેદવારોમાં ઋતુરાજ ચુડાસમા, જયેશ દેસાઇ, અભય જોટવા છે. તો બીજી તરફ હાર્દિક પટેલના સમર્થકોમાં વિશ્વનાથસિંહ વાઘેલા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો બોલ્યા - દરેક યુવાનના ફોનમાં નાખી દીધો છે Pegasus હથિયાર