Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો બોલ્યા - દરેક યુવાનના ફોનમાં નાખી દીધો છે Pegasus હથિયાર

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો બોલ્યા - દરેક યુવાનના ફોનમાં નાખી દીધો છે Pegasus હથિયાર
નવી દિલ્હી. , ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (20:15 IST)
ભારતીય યુવા કોંગ્રેસ(Youth Congress)એ દેશમાં આસમાને પહોંચેલી મોંઘવારી, બેલગામ બેરોજગારી, કાળા કૃષિ કાયદા અને પેગાસસ જાસૂસી કાંડ (Pegasus Spyware) વિરુદ્ધ સંસદ ઘેરાવ કર્યો. ભાજપા ચર્ચાથી બચી રહી, પણ આ દરમિયા બિલ પાસ કરી રહી છે. કેન્દ્ર સરકારનો મતલબ સ્પષ્ટ છે - જન હિતના મુદ્દા પર ચર્ચા કરવા પર તેમને કોઈ વાંધો નથી. તેથી સંસદને ચાલવા દેવામાં નથી આવી રહી. 
 
આ અવસર પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સંસદના ઘેરાવમાં યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મોદી સરકાર(Modi Government) નું લક્ષ્ય ભારતના યુવાનોના અવાજને દબાવવાનું છે. તેઓ એ જાણે છે કે  જે દિવસે ભારતના યુવાનો સત્ય બોલવાનું શરૂ કરશે, તે જ દિવસે સરકારનો અંત આવશે.
 
રાહુલ ગાંધીએ પણ કહ્યુ કે સરકાર ફક્ત મરા ફોનની અંદર નથી, આપ સૌના, દરેક યુવાના ફોનની અંદર પેગાસસ હથિયાર નાખ્યુ છે.  રાહુલ ગાંધીએ કહ્યુ કે યુવા કોંગ્રેસ એક એવુ સંગઠન છ જેને એકલા હાથે કોરોના કાળ માં લડાઈ લડી અને જનતાની મદદ કરી. યૂથ કોંગ્રેસનુ કામ હિન્દુસ્તાનના યુવાઓની અવાજ મજબૂત કરવાનો છે અને મને ખૂબ ખુશી થઈ રહી છે કે આ કામ યુવા કોંગ્રેસના લોકો કરી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓલિમ્પિકમાં ભારતને 5 મો મેડલ, ગોલ્ડ ચૂકી ગયા, સિલ્વર જીત્યા રવિ દહિયા, રૂસી પહેલવાનને આપી જોરદાર ટક્કર