Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમી યુગલે અરમાનો સાથે લીધા સાત ફેરા, કન્યા વિદાય ટાણે જ ચક્કર આવતા નવવધુનુ મોત, કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ

પ્રેમી યુગલે અરમાનો સાથે લીધા સાત ફેરા, કન્યા વિદાય ટાણે જ ચક્કર આવતા નવવધુનુ મોત, કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ
વડોદરા , ગુરુવાર, 4 માર્ચ 2021 (18:34 IST)
સપ્તપદીના ફેરા ફર્યા બાદ નવવધૂને વિદાય સમયે ચક્કર આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. નવવધૂના મોત બાદ કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટીવ આવ્યો હતો. કોરોનાની ગાઇડ લાઇન નવવધૂની પરિવારજનો દ્વારા અંતિમ વિધી કરવામાં આવી હતી. નવવધૂ પોતાના ભરથાર સાથે સાંસારીક જીવનની શરૂઆત કરે તે પહેલાંજ અવસાન થતાં પરિવારજનોની લગ્નની ખૂશી શોકમાં ફેરવાઇ ગઇ હતી.
 
આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી 37, ક્રિષ્ણા ટાઉનશિપ-1માં રહેતા મુક્તાબહેન સોલંકી અને તેઓનીજ ક્રિષ્ણા ટાઉનશિપમાં મકાન નંબર-એ-101માં રહેતા હિમાંશુભાઇ શુક્લા (ઉં.વ.45) વચ્ચે પ્રેમ સંબધ હતો. તા.1 માર્ચના રોજ પરિવારજનોની ઉપસ્થિતીમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મુક્તાબહેન શુક્લાને તાવ આવ્યો હતો. બે દિવસ સ્થાનિક ફેમિલી ડોક્ટરની દવા લીધી હતી. ફેમીલી ડોક્ટરની દવા લીધા બાદ થોડો આરામ થયા બાદ પરિવારજનો દ્વારા

આજે મુક્તાને સાસરીમાં વિદાય આપવા માટેનું મૂહુર્ત કાઢવામાં આવ્યું હતું.
 
આજે ગુરૂવારે સવારે મુક્તાને વિદાય આપવાની હતી. પરિવારજનોમાં મુક્તાને ભાવભરી વિદાય આપવામાં ભારે ખૂશીનો માહોલ હતો. સૌકોઇ પરિવારજનો મુક્તાને વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા. બે દિવસ પહેલાં મનના માણીગર હિમાંશુ સાથે સપ્તપદીના સાત ફેરા ફરનાર મુક્તા પણ પોતાના ભરથાર હિમાંશુ સાથે સાંસારીક જીવનની શરૂઆત કરવા માટે ખૂશ હતી. તાવના કારણે મુક્તાબહેન અશક્ત હતા. પરંતુ, તેઓના ચહેરા ઉપર પતિ ગૃહે જવા માટે અનેરો ઉત્સાહ હતો. કારણ કે મુક્તાનું તેના મનગમતા ભરથાર હિમાંશુ સાથે લગ્ન થતાં, તેઓની ખૂશીનો પાર ન હતો.
લગ્ન પૂર્વે સાંસારીક જીવનના સોનેરી સપના જોનાર મુક્તા પતિ ગૃહે જવા માટે સોળેશણગાર સજીને તૈયાર થઇ ગઇ હતી. મુક્તાને વિદાયની ઘડીઓ આપવામાં આવી રહી હતી. તેજ સમયે એકાએક મુક્તાને ચક્કર આવતા તે સ્થળ પર ફસડાઇ પડી હતી. મુક્તાના વિદાય સમારંભમાં આવેલા લોકોએ તુરતજ 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. અને મુક્તાને બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ સારવાર આપતા પૂર્વેજ મૃત જાહેર કરતા પતિ હિમાંશુ શુક્લા સહિત પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ ક્રિષ્ણા ટાઉનશિપમાં થતાં ટાઉનશિપમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી.
 
નવોઢા મુક્તા શુક્લાનું અવસાન થયા બાદ હોસ્પિટલમાં કોવિડ19ની ગાઇડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુક્તાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલ દ્વારા કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ પરિવારજનોને મુક્તાનો મૃતદેહ અંતિમ વિધી માટે આપવામાં આવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકને કરવામાં આવતા એ.એસ.આઇ. નટવરભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
એગ્રીકલ્ચરમાં વપરાતી ચિજવસ્તુઓના વ્યવસાય સાથે સંકળાયેલ હિમાંશુ પણ પોતાની પ્રેમિકા મુક્તા સાથે લગ્ન થયું હોવાથી ખૂશ હતો. પરંતુ, મુક્તા લગ્ન કરીને પોતાના ઘરે આવે તે પહેલાંજ તેનું અવસાન થતાં સ્તબ્ધ થઇ ગયો હતો. ગોત્રી ક્રિષ્ણા ટાઉનશિપમાં બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી..

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE India vs England, 4th Test Day-1:પહેલા દિવસની રમત પુરી થતા સુધી ભારત 24-1, પ્રથમ દાવમાં 181 રન પાછળ