Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE India vs England, 4th Test Day-1:પહેલા દિવસની રમત પુરી થતા સુધી ભારત 24-1, પ્રથમ દાવમાં 181 રન પાછળ

LIVE India vs England, 4th Test Day-1:પહેલા દિવસની રમત પુરી થતા સુધી ભારત 24-1, પ્રથમ દાવમાં 181 રન પાછળ
, ગુરુવાર, 4 માર્ચ 2021 (17:30 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝનો અંતિમ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય રહી છે. ઈગ્લેંડની પ્રથમ રમત 205 રન પર સમાપ્ત થયા પછી ભારતીય રમતના પહેલા દિવસની રમત ખતમ થયા પછી 24-1 નો સ્કોર બનાવી લીધો છે.  રોહિત શર્મા 8 અને ચેતેશ્વર પુજારા 15 રન બનાવીને અણનમ પરત ફર્યા છે.  આ પહેલા ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા ઈગ્લેંડની પ્રથમ રમત 205માં સમેટાઈ ગઈ. ઈગ્લેંડ તરફથી બેન સ્ટોક્સએ સૌથી વધુ 55 રન બનાવ્યા. ભારતની તરફથી સ્પિનર અક્ષર પટેલે 68 રન આપીને ચાર વિકેટ લીધી જ્યારે કે રવિચંદ્રન અશ્વિને 47 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ ઉપરાંત ઝડપી બોલર મોહમ્મદ સિરાજે બે અને વોશિંગટન સુંદરને એક વિકેટ મળી. 
 
India vs England 4th Test FULL Match Updates-
 
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ દિવસનો ખેલ પૂરો થયો છે. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડે 205 રન બનાવ્યા બાદ ભારતે પહેલા દિવસે 24-1થી આગળ બનાવ્યું હતું. ટીમ હાલમાં પ્રથમ ઇનિંગ્સમાં 181 રન પાછળ છે.
 
- ઇંગ્લેન્ડના ઝડપી બોલરો ભારતીય બેટ્સમેનોને કોઈ તક આપી રહ્યા નથી. તેમની ચુસ્ત બોલિંગનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ટીમે 5 ઓવરમાં ફક્ત 5  રન બનાવ્યા છે.


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોની બેઅરસ્ટો અને જેક ક્રોલી હાલમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિઝ પર છે. ભારતે પોતાના પ્લેઈંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે, જેમાં જસપ્રિત બુમરાહના સ્થાન પર મોહમ્મદ સિરાજને લેવામાં આવ્યો છે. આ સિવાય ઇંગ્લેન્ડના પ્લેઇંગ ઇલેવનમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમે જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડની જગ્યાએ ડેન લોરેન્સ અને ડોમ બેસને સ્થાન આપ્યું છે.
 
India vs England 4th Test Live Match Updates-
 
- ઇશાંત શર્માની શ્રેષ્ઠ બોલને જૈક ક્રૉઉલી ચુકી ગયો અને બોલ તેના પેડ પર ટચ થઈ. ઇશાંતે અહીં જોરદાર અપીલ કરી. ટીમે આ પછી રિવ્યુ પણ લીધો પણ તે સફળ થયા નહી. 
 
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. ક્રિઝ પર, જૈક ક્રોઉલી અને ડોમિનિક સિબ્લીના રૂપમાં ઇંગ્લેન્ડના ઓપનર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે ઓડિઓ-વિડિઓ કોલિંગ ડેસ્કટૉપથી પણ કરી શકાય છે, Whatsappમાં નવું અપડેટ થઈ શકે છે