Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપુતારામાં 2000 ફૂટ ઊંડી ખીણમાં પડી મહિલા, થયો ચમત્કારી બચાવ

સાપુતારામાં 2000 ફૂટ ઊંડી ખીણમાં પડી મહિલા, થયો ચમત્કારી બચાવ
, બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (17:33 IST)
ચોમાસા દરમિયાન લોકોને સાપુતારા જવું ગમે છે. પરંતુ એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યારે લોકો ખીણમાંથી નીચે પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં મહિલા સાપુતારામાં સનરાઇઝ પોઇન્ટથી 2000 ફુટ ઉંચી ખીણમાં પડી હતી, પરંતુ આશ્ચર્યજનક વાત છે કે આટલી ઉંચાઇ પરથી નીચે પડ્યા પછી પણ મહિલાનો જીવ બચી ગયો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુષ્મા પગારે નામની મહિલા વરસાદી વાતાવરણ અને કુદરતી સૌંદર્ય માણવા માટે પરિવાર સાથે સાપુતારા આવી હતી. વરસાદ હોવા છતાં સુષમા પરિવારના અન્ય સભ્યો સાથે સૂર્યોદયની મજા માણવા માટે ટેબલ પોઇન્ટ પર ગઈ હતી. તે દરમિયાન ફોટા માટે પોઝ આપવા જતા અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે એક ઊંડા કોતરમાં પડી ગઇ હતી. ઘટના બાદ કેટલાક પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોળી આવ્યા હતા અને તેને બચાવવાનો પ્રયાસ કરી હતી.
 
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સુષ્મા પાગારે જે ખીણમાં પડી હતી. તે ખીણ 2,000 ફૂટની હતી, પરંતુ સ્થાનિક લોકોએ ખૂબ જ મહેનત કરી સુષ્મા પગારેને ખીણમાંથી બહાર કાઢી હતી. ખીણમાં ઝાડીઓને કારણે સુષ્મા બચી ગઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે સાપુતારાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સ્થાનિક પ્રણાલીના સંચાલન અંગે પ્રવાસીઓમાં ગુસ્સો હતો, કારણ કે સુશ્મા પડી ગયેલી ખીણની આજુબાજુ વહીવટી તંત્ર દ્વારા કોઈ સુરક્ષા દિવાલ બનાવવામાં આવી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતના ટોલેસ્ટ શખ્સ માટે ભગવાન બન્યા ડોક્ટર, ફ્રીમાં કર્યું ઓપરેશન