Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ગુજરાતના આ 5 ગામોને લાગૂ નહી પડે દારૂબંધીનો કાયદો, જાણો શું છે કારણ

હવે ગુજરાતના આ 5 ગામોને લાગૂ નહી પડે દારૂબંધીનો કાયદો, જાણો શું છે કારણ
, શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (11:06 IST)
રાજ્યમાં દારૂબંધી છે તેમછતાં પણ અઢળક દારૂ મળી રહે છે પરંતુ દારૂબંધીના લોકો તેને છૂટથી પી શકતા નથી. સંતાઇ સંતાઇને ચોરીછૂપે દારૂ પીવે છે. ડ્રાય સ્ટેટ હોવાના લીધે ગુજરાતમાં આસપાસના કેન્દ્રશાસિત પ્રદેશો તથા અન્ય રાજ્યોમાં દારૂ ખૂસાડવામાં આવે છે. તેમાં કોઇ બેમત નથી. ત્યારે દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રમાં એક એવું ગામ છે કે જે હવે દારૂબંધી મુક્ત થશે. આ ગામનો વિસ્તાર યુનિયન ટેરેટરીમાં સામેલ થશે ત્યારે આ વિસ્તારના ગામોને દારૂબંધીનો કાયદો નડશે નહીં. પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લેવાનારા ચાર ગામમાં દારૂબંધી લાગુ નહીં પડે, એટલે કે આ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પી શકાશે. 
 
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન જે ટૂંકસમયમાં પડોશી કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા ગોઘલા ગામનો એક ભાગ દીવના પ્રદેશને સોંપવામાં આવનાર છે. આમ કુલ પાંચ ગામ એવાં છે કે જેમનો મર્યાદિત વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશમાં ભળી જશે.
 
આ નિર્ણય કેન્દ્રના ગૃહ મંત્રાલયે કર્યો છે. ગોવામાં 28મી જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી કાઉન્સિલની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને બહાલી આપવામાં આવી શકે છે. આ નવા પ્રદેશો કેન્દ્રશાસિત થઇ જતાં ત્યાં ટુરિઝમ એક્ટિવિટીને વધારે મહત્વ મળશે.
 
કપરાડા તાલુકાનું મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે ત્રણ ગામો મધુબન જળાશય ને દાદરા નગર હવેલી વિસ્તારની વચ્ચે જોવા મળે છે. આ ગામો ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે ત્યારે તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે. આ ગામોને ગુજરાતમાંથી મુક્ત કરવાની માગણી વર્ષો જૂની છે જે હવે સાકાર થાય તેમ લાગી રહ્યું છે.
 
આ જ પ્રમાણે સૌરાષ્ટ્રના દીવને અડીને આવેલા એક ગામ ગોઘલા છે જે દીવ પ્રદેશને સોંપવામાં આવી શકે છે. એટલે કે આ ગામો અંગે નિર્ણય લેવામાં પ્રવાસનને વેગ મળશે અને રોજગારીની તકો સર્જાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તૂટી રહ્યા છે રેકોર્ડ - દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.85 કરોડને પાર, ઓમિક્રોનના 9692 કેસ આજે સૌથી વધુ 703 લોકોના મોત