Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kanpur News: પત્ની પિયરથી પરત ન આવી તો પતિએ પ્રાઈવેટ પાર્ટ અને ગરદનને બ્લેડથી કાપ્યુ

Kanpur News: પત્ની પિયરથી પરત ન આવી તો પતિએ પ્રાઈવેટ પાર્ટ અને ગરદનને બ્લેડથી કાપ્યુ
કાનપુર. , ગુરુવાર, 26 નવેમ્બર 2020 (14:21 IST)
કાનપુરમાં એક માથાભારે યુવકે એવુ કૃત્યુ કર્યુ જેને સાંભળીને શહેરવાસીઓ હેરાન થઈ ગયા. પત્ની વિયોગથી પરેશાન એક યુવકે બ્લેડથી પ્રાઈવેટ ભાગ કાપી નાખ્યો. આ પછી, આત્મહત્યાના હેતુથી, યુવકે તેના ગળા પર બ્લેડ વડે અનેક કટ કર્યા. યુવકને લોહીલુહાણ હાલતમાં જોઇને પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે પરિવારના સભ્યોની મદદથી યુવકને હાલત હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
 
ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવાળિયાનો 26 વર્ષીય યુવક ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે. તેના લગ્ન 5 વર્ષ પહેલા બારાહદેવીમાં રહેતી યુવતી સાથે થયા હતા. તેના પરિવારમાં પત્ની, ચાર વર્ષનો પુત્ર અને વૃદ્ધ માતા - પિતા એક સાથે રહેતા હતા. મળતી માહિતી મુજબ, યુવકની પત્નીને ડેન્ગ્યુ થયો હતો. તે સારવાર માટે માતાના ઘરે આવી હતી. તે છેલ્લા  બે મહિનાથી પિયરમાં રહેતી હતી.
 
પત્ની પિયરથી પરત ન આવતા રહેતો હતો પરેશાન 
 
પરિવારના સબંધીઓએ જણાવ્યું કે પુત્રવધૂ લગભગ દો મહિનાથી  પિયરમાં રહેતી હતી. જ્યારે તેનો પુત્ર તેની પત્નીને લેવા તેના સાસરીયે જતો, ત્યારે પત્ની આવવાની ના પાડતી હતી. ઉપરાંત, તે ફોન પર વાત પણ કરતી નહોતી. છેલ્લા એક મહિનાથી પત્નીનો વ્યવ્હાર તેને સમજાતો નહોતો.  જેના કારણે યુવક પરેશાન હતો. તેને કોઈ કામમાં મન નહોતુ લાગતુ અને રાત દિવસ તેની પત્ની વિશે વિચારતો હતો.
 
બ્લેડ સાથે ખાનગી ભાગ અને ગરદન પણ કાપી 
 
બુધવારે રાત્રે  પોતાના બેડરૂમમાં જઈને તેણે પ્રથમ બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને ત્યારબાદ પોતાના ગળા પર બ્લેડ વડે અનેક કટ બનાવ્યા. પરિવારજનો  જ્યારે પુત્રને જમવા બોલાવવા ગયા ત્યારે જોયું કે તે લોહિયાળ હાલતમાં પડેલો હતો. પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી હતી.
 
અહિરવા ચોકી ઈંચાર્જ વિજય શુક્લાએ જણાવ્યુ કે યુવકની પત્ની પિયરથી પરત નહોતી આવી રહી. એ જ કારણે યુવક તનાવમાં રહેતો હતો. યુવકે ગરદન પર 
અને પ્રાઈવેટ પાર્ટ બ્લેડથી કાપ્યો છે   હાલ આ યુવકને હૈલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં કોરોનાએ ચિંતા વધારી, આ હોસ્પિટલની 57 પ્રેગનેંટ મહિલાઓ કોરોના સંક્રમિત