રાજ્યભરમાં કોરોનાનો લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં દરરોજ 1 હજાર કરતાં પણ વધુ કોરોના સંક્રમિતો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ શહેરી જાણીતી હોસ્પિટલમાં ગત એપ્રિલથી લઇને ઓક્ટોબર સુધીમાં 57 પ્રેગનેંટ મહિલાઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ તમામ મહિલાઓને વધુ સાવાર માટે શહેર અન્ય હોસ્પિટલમાં તથા સિવિલ હોસ્પિટલમાં ટ્રાંસફર કરવામાં આવી છે.
અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં પ્રસુતી માટે દર મહિને 600 થી 700 મહિલાઓ પ્રેગનેંટ મહિલાઓ મોટી આવે છે. કોરોનાકાળ દરમિયાન એપ્રિલથી માંડીને ઓક્ટોબર મહિના સુધી અંદાજે 3 હજારથી વધુ મહિલાઓ આવી હતી. જેમાંથી 57 પ્રેગનેંટ મહિલાઓને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર શારદાબેન હોસ્પિટલમાં દરરોજની ૨૫ થી ૩૦ ડિલિવરી થતી હોય છે. તેમાં તમામ પ્રસુતા મહિલાઓના ફરજિયાત એન્ટિજન, આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમિયાન જે મહિલાને કોરોનો પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે છે. આ મોટી સંખ્યામાં સર્ગભા મહિલાઓ કોરોના સંક્રમિત થતાં અંદાજો લગાવી શકાય કે કોરોનાનું સંક્રમણ કેટલું ઝડપી અને કેટલી હદે પ્રસરી રહ્યું છે.