Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2024- બજેટમાં ગુજરાતના ચાર મોટા શહેરોને શું મળ્યું? જાણો કઈ જાહેરાત નવી છે

gujarat budget
, શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (17:42 IST)
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે સરકારે મોટી જાહેરાતો 
-ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે
-રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 100 કરોડની જાહેરાત

Budget gujarat- આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે સરકારે મોટી જાહેરાતો કરી છે. જેમાં ગિફ્ટી સિટીના વિસ્તારનો વધારો કરી ગ્રીન સિટી બનાવવાની જાહેરાત સરકારે કરી છે. તેમજ ચારેય શહેરોમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પણ મોટી જાહેરાત કરાઈ છે. ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીના સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે.
 
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 100 કરોડની જાહેરાત
ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને વોક ટુ વર્ક, લિવ-વર્ક-પ્લે કમ્યુનિટીની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં ફિન-ટેક હબની સ્થાપના માટે 52 કરોડ અને ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 100 કરોડની જાહેરાત કરી છે.
 
અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી થશે
અમદાવાદ રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે. ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિ.મી. થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી મુશ્કેલી છે. જેના વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે 57 કરોડની જોગવાઈ કરાઇ છે.
 
હાઈસ્પીડ કોરીડોર માટે 222 કરોડની જાહેરાત
ભારે ટ્રાફિક ધરાવતા હાઇવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીગી હાથ ધરવામાં આવી રહી છે. જેના માટે 222 કરોડની જોગવાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GIFT CITYને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે, ગુજરાતનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે