Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

ગુજરાતના 8 જિલ્લાઓને ગરમીથી રાહત મળશે; વરસાદની શક્યતા

weather updates gujarat
, શુક્રવાર, 11 એપ્રિલ 2025 (18:37 IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. હીટ વેવના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં સતત 4 દિવસથી તાપમાન 43 ડિગ્રી છે. જો કે આજે ગુજરાતના લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.
 
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ પછી, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં પવનની ગતિમાં સામાન્ય વધારો થશે. તેનાથી ગરમીમાંથી આંશિક રાહત મળશે.
 
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ 35 થી 45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

OYO હોટલમાં સેક્સ રેકેટમાં 7 છોકરીઓ અને 8 છોકરાઓ ઝડપાયા, સ્કૂલની છોકરીઓ પણ સામેલ...