rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weather Updates- આગામી 7 દિવસ ધોધમાર વરસાદ,અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ

ahmedavad rain
, સોમવાર, 23 જૂન 2025 (09:11 IST)
કેટલાંક સ્થળોએ તો અનારાધાર વરસાદને પગલે પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી તો મોટા ભાગનાં સ્થળોએ ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપેલો પણ જોવા મળ્યો હતો.
 
રવિવાર સવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળ્યો હતો.
 
હવે જ્યારે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી અમુક દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લગતી આગાહી જાહેર કરી છે.

છેલ્લા 2 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ,સૌથી વધુ જામનગરના કાલાવાડમાં નોંધાયો વરસાદ,જામનગરના કાલાવાડમાં 3.15, જોડિયામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો,જૂનાગઢના કેશોદમાં 1.61 ઈંચ, માળાવદરમાં 1.57 ઈંચ, માંગરોણમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો

આગામી 7 દિવસ ધોધમાર વરસાદ
હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને દ. ગુજરાતમાં આજે અતિભારે વરસાદની શક્યતા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ અલર્ટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે થઈ શકે ભારેથી અતિભારે વરસાદ, કચ્છ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર





Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીરિયાના ચર્ચમાં આતંકવાદી હુમલામાં 20 લોકોના મોત, હુમલાખોરે પોતાને ઉડાવી દીધો, પાદરીએ પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી