Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડ હાઈવે પર પારડીના મહિલા તલાટીનું અકસ્માતે મોત

વલસાડ હાઈવે પર પારડીના મહિલા તલાટીનું અકસ્માતે મોત
, મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (14:34 IST)
વલસાડના અબ્રામામાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા નૈમિષાબેન મિતેશકુમાર રાણા પારડી તાલુકાના સુખલાવ,વેલપરવા અને આમળી ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે.તેઓ મોપેડ ઉપર પારડીના આમળી ખાતે ફરજ બજાવવા અપડાઉન કરતા હતા. સોમવારે સવારે 10 વાગ્યે તેઓ મોપેડ લઇને આમળી પંચાયત ગયા હતા અને ત્યાંથી ફરજ પૂર્ણ કરીને બપોરે વલસાડ આવવા નિકળ્યા હતા તે દરમિયાન બપોરે 2.30 વાગ્યાના સુમારે વલસાડ હાઇવે ઉપર સુગર ફેકટરી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સુગર ફેકટરીના ઓવરબ્રિજ ઉતરતાં છેડે વાપીથી સુરત જતાં રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે નૈમિષાબેનની મોપેડને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા.જેને લઇ નૈમિષાબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
 
 ઇજાગ્રસ્ત તલાટી કમ મંત્રીને વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરાતા ડોક્ટરે તેમને ચેક કરી મૃત જાહેર કર્યા હતા. વલસાડના અબ્રામાના રહીશ અને પારડી તાલુકાના યુવા મહિલા તલાટી ના આજે બપોરે થયેલા અરેરાટી ભર્યા અકસ્માત મૃત્યુની જાણ થતાં જિલ્લાના તલાટીઓ અને પંચાયત કર્મચારી પરિવારમા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kolkata Building Collapsed: કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન દુર્ઘટના, મકાનનો એક ભાગ ઢસડી પડવાથી 1નુ મોત, 4 ઘાયલ