Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Valsad Flood : ભારે વરસાદને કારણે વલસાડમાં પૂર જેવી સ્થિતિ, રસ્તાઓ પર પાણી ભરાયા

rain in valsad
, સોમવાર, 11 ઑગસ્ટ 2025 (12:10 IST)
rain in valsad
વલસાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તમને જણાવી દઈએ કે સતત ભારે વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ છે. ઘણા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરાંત, ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 
 
હવામાન વિભાગના આંકડા અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં સાડા ત્રણ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. આ સાથે પારડીમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં દોઢ ઈંચ તેમજ છોટા ઉદેપુરમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

ક્યાં કેટલો વરસાદ વરસ્યો
તાલુકો વરસાદ (ઇંચમાં)
વલસાડ 3.78
પારડી 2.87
ચિખલી 1.65
ગણદેવી 0.79
છોટા ઉદેપુર 0.67
નડિયાદ 0.51
ઉમ્બરગાંવ 0.63
ખેરગામ 0.59

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. જેના કારણે 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનો દાવો છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ જ સિસ્ટમ 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્નીની લાશ બાઈક પર, નાગપુર હાઈવે પર કેમ સરપટ ભાગતો રહ્યો પતિ, કારણ જાણીને છલકાય જશે આંસુ