Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલાનો સનસનીખેજ દાવોઃ રૂપાણી સરકાર ચૂંટણીના પરિણામ બાદ થશે ઘરભેગી

શંકરસિંહ વાઘેલાનો સનસનીખેજ દાવોઃ રૂપાણી સરકાર ચૂંટણીના પરિણામ બાદ થશે ઘરભેગી
, મંગળવાર, 30 એપ્રિલ 2019 (16:00 IST)
ગુજરાતનાં રાજકારણનાં દીગ્ગજ નેતા અને હમણાં NCPમાં જોડાયેલ શંકરસિંહ વાઘેલાએ સનસનીખેજ દાવો કરતાં જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત  સહીત અનેક રાજ્યોમાં સરકાર બદલાઈ જશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપનાં ઘણાં ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને સરકાર બનવાની રાહ  જોઈ રહ્યા છે.  તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે  જો કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં રહે તો ગુજરાત સહીત અન્ય ઘણાં રાજ્યોમાં સરકાર બદલાઇ શકે છે.ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો લાંબા સમયથી દુઃખી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપનાં ધારાસભ્યોએ મારી સાથે મુલાકાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્રમાં સરકાર બદલાયા પછી ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એક મહિનો પણ ટકી નહીં શકે. તેઓએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 10 બેઠકો મળશે તેવો દાવો પણ કર્યો હતો. જો કે શંકરસિંહ વાઘેલાના આ દાવાને ભાજપે નિરાધાર ગણાવ્યો હતો.ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતનાં લોકોએ શંકરસિંહ વાઘેલાનાં જુઠ્ઠાંણાઓ સાંભળ્યા છે અને આ એક પાયાવિહોણો દાવો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા મીડિયામાં ચમકવા માટે આ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે વાઘેલાએ કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા હતા. લોકસભા ચૂંટણી અગાઉ તેઓ શરદ પવારનાં પક્ષ NCPમાં જોડાઈ ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદાનું પાણી ખેડૂતોની જગ્યાએ અન્ય જગ્યાએ ફળવાતું હોવાની રાવ ઉઠી