Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ફેફસાના રોગથી જ 52 હજાર લોકોના મોત થાય છે

ગુજરાતમાં ફેફસાના રોગથી જ 52 હજાર લોકોના મોત થાય છે
, મંગળવાર, 30 એપ્રિલ 2019 (12:05 IST)
અમદાવાદ સહિત રાજ્યમાં ઘન કચરો તથા પર્યાવરણના પ્રશ્ને અંગે સંતોષજનક પગલાં ન લેવાતા હોવાની ગંભીર નોંધ લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વિજય રૂપાણીની સરકારની આકરી ટીકા કરી છે. શું પગલાં લેવામાં આવે છે તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. હવાનું એટલું વ્યાપક પ્રદૂષણ છે કે, ગુજરાતમાં ફેફસાના રોગથી જ 52 હજાર લોકોના મોત થાય છે.વાતવરણમાં ભળેલા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ અને ધૂળના રજકણોથી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેના લીધે ફેફસાંના રોગ થવાની શક્યતા વધી જાય છે. સાબરમતી,નર્મદા, મહી જેવી પ્રદૂષિત નદીઓ ધરાવતા દેશના ટોચના 5 રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે. અમદાવાદની પીરાણા સોલીડ વેસ્ટ ડમ્પ સાઈટ 95 લાખ મેટ્રિક ટન થઈ ગયો છે. 6 મહિનામાં ડુંગર 1 કરોડ મેટ્રિક ટનને આંબી જશે. પીરાણાનો કચરાનો ડુંગર 84 એકર જમીનમાં છે. જે 75 ફૂટ ઊંચો છે. પીરાણાના કચરામાં આગ તથા પ્રદૂષણ રોકવા માટે રોજનું 48 હજાર લિટર પાણી બગડે છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું સ્તર 309 એક્યુઆઇ(એર ક્વોલિટી ઇન્ડેક્સ) રહે છે.રાયખડમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 422ના અત્યંત ભયજનક સ્તરે પહોંચે છે. એક્યુઆઇનું સ્તર 195 હતું જે એકાએક 309 થતાં પ્રદૂષણનું સ્તર ભયજનક રહ્યું હતું. અગાઉ જ્યારે એક્યુઆઇ 350 થયો હતો ત્યારે મ્યુનિ.એ એડવાઇઝરી બહાર પાડી હતી, પણ આ વખતે કોઈ એડવાઇઝરી બહાર પાડવામાં આવી નથી. શહેરના અન્ય વિસ્તારોમાં એક્યુઆઈ સરેરાશ 300થી 345 રહ્યું હતું. બોપલ વિસ્તાર પ્રદૂષણ ઓછું હોય છે. શિયાળામાં રજકણો આકાશ તરફ ઊંચે ન ચઢતા હોવાથી પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે. કારણે ઉપરનું હવાનું દબાણ વધુ હોવાથી પ્રદૂષણ નીચે ઉતરતું હોય છે.પવન ઓછો હોય છે, ધુળ-રજકણો આગળ વધવાને બદલે એક જ જગ્યાએ સ્થિર થાય છે, જેને કારણે પ્રદુષણમાં અચાનક વધારો થતો હોય છે. દુધેશ્વર, દાણીલીમડા, ઓઢવ, નરોડા અને નારોલ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કારખાનામાંથી પ્રદુષિત ધુમાડો તેમજ વાહનોનો ધુમાડો પ્રદૂષણ માટે જવાબદાર છે. તાલાલા પંથકમાં દર વર્ષે અંદાજે રૂ.100 કરોડથી પણ વધુ કેસર કેરીનો પાક થાય છે. 13 હજાર હેકટરમાં 15 લાખ જેટલા આંબાઓ આવેલા છે. જેમાંથી ચાલુ વર્ષે 50 ટકા આંબામાં તો સાવ પાક આવ્યો જ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો આત્મહત્યા તરફ વળ્યાં, સરકારને રજુઆત કરાઈ પણ.