Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનાં ૧૫ શહેરોમાં ૪૩થી ૪૫ ડિગ્રી તાપમાન

ગુજરાતનાં ૧૫ શહેરોમાં ૪૩થી ૪૫ ડિગ્રી તાપમાન
, સોમવાર, 29 એપ્રિલ 2019 (13:33 IST)
ગુજરાતમાં ઉનાળાએ રૌદ્રરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા પાચેક દિવસથી જાણે રીતસર આકાશમાંથી અગન ગોળા ફેકાતા હોય તેવી સ્થિતિ થતાં લોકો, પશુપક્ષીઓ અને પ્રાણીઓની હાલત કફોડી થતાં ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ઉત્તર-પશ્ર્ચિમના ઉત્તરના ૧૦થી ૩૦ કિમીની ઝડપે ફૂંકાયેલા સૂકા ગરમ પવનથી લૂનો પ્રકોપ વધતાં રાજ્યનાં ૧૫ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પાર થતાં લોકોએ ચામડી બાળતી ગરમીનો અનુભવ કર્યો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં ૪૫.૨ ડિગ્રી સાથે કંડલા પોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. ગરમીનું પ્રમાણ વધતાં રોડ પરના ડામર રીતસરના ઓગળવાના બનાવો પણ બન્યા હતા. જ્યારે ભાવનગરના પાલિતાણાના નાની રાજસ્થળી ગામે ગરમીના કારણે એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. રાજ્યના હવામાન ખાતાએ હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હજુ વધવાની કરેલી આગાહીને પગલે રાજ્ય સરકારે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી રવિવારે રજાના દિવસે પણ જાહેર હેલ્થ સેન્ટરો ખુલ્લા રાખવાની જાહેરાત કરી હતી. તેમજ રાજ્યની તમામ હોસ્પિટલોમાં લોકોને ગરમીમાં મફત સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ મફત છાસ, આઈસપેક અને ઓ.આર.એસની વ્યવસ્થા કરવાની રહેશે. તેમ જ રાજ્યમાં ચાલતા ખાનગી ક્ષેત્રના અને સરકારના બાંધકામ સાઈડો પર ફરજિયાત બપોરના બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી કામકાજ બંધ રાખવાની પણ કડક સૂચનાઓ આપી દીધી હતી. રાજ્યના જાહેર બાગ-બગીચાઓ પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રાખવા તેમજ ઠંડા પાણીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ રખાવવા તેમ જ જાહેર સ્થળોએ મફત છાસ કેન્દ્ર શરૂ કરવા પણ તંત્રને આદેશો કર્યા હતા. આજે કંડલા પોર્ટ, પોરબંદર, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી અને વેરાવળમાં ગરમીનો પારો સામાન્યથી ૬થી ૧૦ ડિગ્રી વધ્યો હતો તેમ જ પોરબંદર અને વડોદરામાં ૧૦ વર્ષ અને નવસારીમાં ૨૧ વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. સમગ્ર રાજ્યમાં ૪૫.૨ ડિગ્રી સાથે કંડલા પોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે ભાવનગરના પાલિતાણાના નાની રાજસ્થળી ગામે ગરમીના કારણે એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

3 લોકોએ 5 વર્ષ સુધી ઘોડી, બકરી, ગાય અને કૂતરા સાથે ઘણા જાનવરોથી સંબંધ બનાવ્યા, video પણ બનાવ્યુ7