Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર 4 વર્લ્ડ રેકોર્ડ, 1.10 લાખ થેલી સિમેન્ટ અને 500 ટન બરફથી 2 કિમી રસ્તો બન્યો

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર 4 વર્લ્ડ રેકોર્ડ, 1.10 લાખ થેલી સિમેન્ટ અને 500 ટન બરફથી 2 કિમી રસ્તો બન્યો
, બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (08:32 IST)
દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના વડોદરા- ભરૂચમાંથી પસાર થતા મનુબાર-સાંપા-પાદરા રોડના 63 કિમીના ભાગ પર મંગળવારે 4 વર્લ્ડ રેકોર્ડ થયા હતા. 2 કિમી લાંબો-18.75 મીટર પહોળો રસ્તો બનાવવા 24 કલાકમાં 1.10 લાખ સિમેન્ટની થેલી (5.5 હજાર ટન), 500 ટન બરફ વપરાયો અને 3 કરોડનો ખર્ચ થયો. પહેલો રેકોર્ડ 12 હજાર સિમેન્ટ કોન્ક્રિટના ઉત્પાદન, બીજો તેના વપરાશનો, ત્રીજો એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા રસ્તાનું નિર્માણ, ચોથો રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા (2 કિમી) સ્થપાયો હતો. રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થઇ છે. પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.નાં ​​​​​એમડી,અરવિંદ પટેલ એ જણાવ્યુ કે, ભારતના માર્ગ બાંધકામ ક્ષેત્રે આ ગંજાવર કામ મોટી સિદ્ધિ છે. 15થી 20 વર્ષમાં તોડી ન શકાય તેવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે અને લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટ તૈયાર થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather Alert- આ વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે