Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટરો સરકાર વિરુદ્ધ ઉતર્યા હડતાળ પર

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન
, મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (20:12 IST)
કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ગ્રૅજ્યુએટ આયુર્વેદિક ડૉક્ટરોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા સહિત 56 અંગોના ઑપરેશન કરવાની છૂટ આપતા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)ના ડૉક્ટરોએ 1થી 14 ફેબ્રુઆરી 2021 સુધી દેશવ્યાપી પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
 
સોમવારે આઈએમએ સાથે સંકળાયેલા 20 ડૉક્ટરોએ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન હૉલ ખાતે પ્રતીક ભૂખહડતાળ કરી હતી. અમદાવાદમાં 4 દિવસ સુધી પ્રતીક ભૂખહડતાળ કરવામાં આવશે, જે બાદ વડોદરા, હિંમતનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં 14 ફેબ્રુઆરી સુધી આ પ્રકારનું વિરોધપ્રદર્શન કરવામાં આવશે.
 
આઈએમએ આ વિરોધપ્રદર્શનને આધુનિક મેડિસિનની માટે "સ્વતંત્રતા સંગ્રામ" તરીકે જુએ છે. આઈએમએ ગુજરાતના સેક્રેટરી ડૉ. કમલેશ સૈનીએ જણાવ્યું કે આધુનિક મેડિસિન આયુર્વેદથી અલગ છે. સરકારે મિક્સોપેથીની પ્રૅક્ટિસને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. મિક્સોપેથીનો વિરોધ કરવા માટે આ પ્રતીક ભૂખહડતાળ કરાઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના સેટ પર ભીષણ આગ