Publish Date: Sun, 17 Jun 2018 (09:54 IST)
Updated Date: Sun, 17 Jun 2018 (10:02 IST)
વડોદરાના અનગઢના લંપટ ડોક્ટરની આખરે ધરપકડ થઈ છે.ડોક્ટર પ્રતિક જોશી પોલીસે મહીસાગરથી ઝડપી પાડ્યો છે. મહીસાગરના વેલવાળિયાથી ડૉ. પ્રતિક જોશીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર મહિલા દર્દીઓને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને પછી પોતાના જ ક્લિનીકમાં જ સેક્સલીલા માણતો હતો.
આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓને એવી ગોળી આપતો, જેથી તેમને બીજી વાર ક્લીનિકમાં જવું પડતું. ગોળી આપ્યા બાદ ડોક્ટરની કામલીલાનો વીડિયો કમ્પાઉન્ડર ઉતારી લેતો. બાદમાં ડોક્ટર મહિલાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરતો. હાલમાં આ ડોક્ટરની ધરપકડ થઈ ગઈ છે.